ધોરાજીના સુપેડીમાં મજૂરીના પૈસા બાબતે શ્રમિક પરિવાર ઉપર માલિકનો હુમલો

ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવાર પર કારખાના માલિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.…

ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવાર પર કારખાના માલિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મજૂરીના કામની હાજરી પુરાવવા અને હિસાબ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા માલિકોએ મહિલા શ્રમિકને માથાના ભાગે પાવડાના હાથા વડે ગંભીર ઈજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના બગસરાના વતની અને છેલ્લા ચાર દિવસથી સુપેડી ગામે આવેલ ’શિવાય પ્લાસ્ટિક’ કારખાનામાં પોતાના પતિ અને સંતાનો સાથે મજૂરી કામ કરતા જયાબેન પરસોતમભાઈ વરદોડીયા (ઉ.વ. 42)એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે કારખાનાના માલિક શ્યામભાઈ સંતોકી અને રૂૂપેશભાઈ સંતોકીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જયાબેન પરસોતમભાઈ વરદોડીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે જયાબેન, તેમના પતિ અને પુત્ર જયસુખભાઈ કારખાનાની ઓફિસ પાસે હાજરી પુરાવવા ગયા હતા.

ત્યાં હાજર કારખાનાના નાના શેઠ શ્યામભાઈ સંતોકી અન્ય મજૂરોની હાજરી પૂરી રહ્યા હતા. જ્યારે આ શ્રમિક પરિવારે પોતાની હાજરી પુરાવવાની વાત કરી, ત્યારે શ્યામભાઈએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળાગાળી શરૂૂ કરી હતી. બોલાચાલી વધતા શ્યામભાઈએ મોટા શેઠ રૂૂપેશભાઈ સંતોકીને બોલાવ્યા હતા. રૂૂપેશભાઈએ ત્યાં આવીને પરિસ્થિતિને થાળે પાડવાને બદલે શ્રમિકો સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદીના પુત્ર જયસુખને ગાલ પર બે-ત્રણ ઝાપટો મારી દીધી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા રૂૂપેશભાઈએ ઓફિસ પાસે પડેલો પાવડાનો હાથો ઉઠાવી જયસુખ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના પુત્રને બચાવવા વચ્ચે પડેલા જયાબેનને કપાળના ભાગે પાવડાનો હાથો વાગતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. આ મામલે ધોરાજી તાલુકા પોલીસે જયાબેનની ફરિયાદના આધારે આરોપી ઉપલેટાના શ્યામભાઈ સંતોકી અને રૂૂપેશભાઈ સંતોકી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 118(1), 115(2), 352, 54 તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *