ધોરાજીમાં લુખ્ખા બેફામ, ફાકી ખાવા રૂપિયા નહીં આપનાર યુવકના પુત્રના અપહરણી ધમકી

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની સૂચનાઓ છતાં ધોરાજી શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ધોરાજીના…

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની સૂચનાઓ છતાં ધોરાજી શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ધોરાજીના જાહેર માર્ગ પર નજીવી બાબતે માથાભારે શખ્સો દ્વારા એક નિર્દોષ યુવક પર સર જાહેર વડે હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, ધોરાજ ના ભૂખી ગામ પાણીના ટાંકા પાસે રહેતા મનોજ રવજી મેરની ફરિયાદને આધારે પ્રફુલ્લભાઇ ઉર્ફે ભોલો દાનાભાઇ શેખવા, કિશનભાઈ નાથાભાઇ પરમાર, ભાવેશભાઈ ખોડાભાઈ ચાવડા સામે ગુનો નોંધાયો છે. મનોજ ધોરાજી યાર્ડમા મજુરીકામ અર્થે ગયેલ હતો ત્યાંથી હોન્ડા નંબર GJ-03-HD-4522 લઇ આર.ડી.સી બેન્કમા કામ હોય ત્યાં જતો હતો ત્યારે પ્રફુલ્લભાઇ ઉર્ફે ભોલો દાનાભાઇ શે ખવા તથા કિશનભાઇ નાથાભાઇ પરમાર તથા ભાવેશભાઇ ખોડાભાઇ ચાવડા એમ ત્રણેયએ મનોજ પાસે આવી તારૂૂ હોન્ડા લાવ નહીતર તારા ઘરે જઇ તારા છોકરાને ઉપાડી લઇ શ અને મારી નાખીશ જેથી તેવું કહી ભોલાએ મારા મોટરસાયકલ માથી ચાવી કાઢી લિધેલ અને ભોલાએ ફાકી માંગેલ જેથી ડરીને તેને આ ભોલાને ફાકી આપેલ તો આ ભોલાએ ગાળો આપી આ ફાકી અમને ત્રણેયને ન થાય જેથી મનોજે આ ભોલાને કહેલ કે બાવકુભાઇને ત્યા મારૂૂ ખાતુ ચાલે છે.

મારૂૂ નામ દઇને નવી આખી ફાકી લઇ લેજે તો પ્રફુલ્લભાઇ ઉર્ફે ભોલો દાનાભાઇ શે ખવા તથા કિશનભાઇ નાથાભાઈ પરમાર તથા ભાવેશભાઇ ખોડાભાઇ ચાવડા એમ ત્રણેય ગાળો દેવા લાગેલ કે અને ફાકીના વીસ રૂૂપીયા નહી આપ તો તારા છોકરાને ઉપાડી લઈશું અને મારી નાખીશું તેવુ કહી બળજબરીથી પેન્ટના ખિસ્માથી વીસ રૂૂપીયાની એક નોટ પ્રફુલ્લભાઇ ઉર્ફે ભોલાએ કાઢી લિધેલ અને વિસ રૂૂપી યાની નોટ પ્રફુલ્લે ભાવેશ ખોડાભાઇ ચાવડાને આપેલ અને ભાવેશ ત્યા ચોકમા આવેલ બાવકુભાઇ પટેલની દુકાનેથી ફાકી લાવેલ અને ભોલાને હવે તો ગાડીની ચાવી પાછી આપી દે તેમ કહેતા આ લોકો મારી સાથે માથાકુટ કરવા લાગેલ અને મનોજ ઉપર સરાજાહેર હુમલો કરાયો હતો. મિત્ર ભદાએ વચ્ચે પડી છોડાવેલ અને ઘરે જતો હતો ત્યારે મનોજ ઉપર મોમાઇ પાન દુકાન પાસે આવી ફરી હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *