ચોટીલા પંથકમાં માવઠાએ ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવ્યો!

મિનિ વાવાઝોડા અને ગાજવીજ સાથે ધબધબાટી: કમોસમી વરસાદે ખેતીને પાણી-પાણી કરી હવામાન વિભાગની આગાહીના પગલે ચોટીલા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત સાંજના સમયે વાતાવરણમાં…

મિનિ વાવાઝોડા અને ગાજવીજ સાથે ધબધબાટી: કમોસમી વરસાદે ખેતીને પાણી-પાણી કરી

હવામાન વિભાગની આગાહીના પગલે ચોટીલા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ગડગડાટ અને મિનિ વાવાઝોડા જેવા ફૂંકાયેલા જોરદાર પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) ત્રાટકતા સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ફાળ પડી છે.

ખેતરોમાં પાણી ફરી વળ્યા, તૈયાર પાક બરબાદ હાલ રવિ પાકની સીઝન તેના અંતિમ તબક્કામાં છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, જીરું અને ચણા જેવા કિંમતી પાક કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે જ અણધાર્યા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અનેક ખેતરોમાં પાકના પાથરા વિખાઈ ગયા છે, જેના કારણે ધાન્યની ગુણવત્તા બગડવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હાલ ’જાયે તો જાયે કહાં’ જેવી લાચારી અનુભવી રહ્યા છે. ચોટીલા હાઇવે ઉપર છાપરા તળે વ્યવશાય કરતા અનેક ધંધાર્થીઓને ધંધા ઉપર તેમજ તળેટી વિસ્તારમાં ડીમોલેશન બાદ છાયડાઓ બાંધી ધંધો કરતા સ્થળે પવન અને વરસાદે બઘડાટી બોલાવી દિધી હતી લોકોના માલ ને નુકસાન થયેલ છે.

વીજ તંત્ર અને વન વિભાગ ને ફટકો અંધારપટ વરસાદની સાથે આવેલા જોરદાર પવનને કારણે ચોટીલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ઠેર-ઠેર વીજ લાઈનો અને વીજ પોલ પડી જવાથી અનેક વિસ્તારોમાં ક્ષતિ સર્જાતા વીજ અને વન વિભાગને પણ મોટું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. મોડી સાંજ સુધી તંત્ર દ્વારા પુરવઠો યથાવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ખેડૂતોની ચિંતામાં વધારો કમોસમી વરસાદના કારણે એરંડા અને જીરું જેવા રોકડિયા પાકોને વ્યાપક અસર થઈ છે. મહેનત કરીને પકવેલો પાક જ્યારે હાથમાં આવવાની તૈયારીમાં હતો, ત્યારે જ કુદરતે રૂૂદ્ર રૂૂપ ધારણ કરતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

ચોટીલા શહેરમાં નાળા બંધ, પાણી ભરાયા, મુશ્કેલી વેઠી
માવઠાનો વરસાદ દોઢ ઇચ જેટલો પડેલ છે. ત્યારે યાત્રાધામની મુખ્ય બજારમાં ઢીચણ ડૂબ પાણી ભરાયા હતા. આમતો ગામના રખેવાળ બનીને ફરનારા આગેવાનો છત્રછાયામાં શહેરના અનેક નાળાઓ ઉપર ગેર કાયદેસર દબાણો ખડકાઈ જવાથી મોટાભાગના વરસાદી પાણીનો પ્રવાહ રોકાઇ જતો હોવાનું લોકો કહીં રહ્યાં છે. ત્યારે આગેવાનોએ નાળા સાફ કરાવવાની તસ્દી નહી લેતા તેનો માર વરસાદ સમયે નમસ્તે ગરીકોને ખાવો પડે છે. ટૂકા સમય માટે પાલીકાના વહીવટદાર તરીકે નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા પાસે આમ નાગરીક ને ઘણી આશા અને અપેક્ષા છે. હવે વર્ષો થી ઉદ્ભવેલ આ મુશ્કેલીનું શું નિરાકરણ લાવે છે. તે જોવાનું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *