વિછીયા તાલુકાનાં બેલડા ગામે જુની અદાવતમા માતા-પુત્ર પર પિતા-પુત્રોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો . હુમલામા ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વિછીયાનાં બેલડા ગામે રહેતા અનીલભાઇ લાખાભાઇ ગમારા (ઉ. વ. 26 ) અને તેની માતા ભાનુબેન લાખાભાઇ ગમારા (ઉ. વ. 4પ ) સવારનાં સાડા નવેક વાગ્યાનાં અરસામા પોતાની વાડીએ હતા ત્યારે કૌટુંબીક રેવા ભવાન ગમારા, તેનાં પુત્ર રામજી રેવા અને વિરલ રેવાએ છેલ્લા ર વર્ષથી ચાલતી અદાવતનો ખાર રાખી પાઇપ વડે હુમલો કર્યો હતો . હુમલામા ઘવાયેલા માતા-પુત્રને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે વિછીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
