ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો

  આવતીકાલથી છ માસ સુધી અરજી કરી શકાશે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 14810 અરજીઓ આવી સરકાર દ્વારા બાંધકામોને કમ્પ્લીશન ર્સિટી મળ્યા બાદ વધારાનુ બાંધકામ…

 

આવતીકાલથી છ માસ સુધી અરજી કરી શકાશે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 14810 અરજીઓ આવી

સરકાર દ્વારા બાંધકામોને કમ્પ્લીશન ર્સિટી મળ્યા બાદ વધારાનુ બાંધકામ કર્યુ હોય તેને રેગ્યુલરાઇઝ કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલમાં મોક્યો છે જેની મુદત આજરોજ પૂર્ણ થનાર હોય સરકારે નવો પરિપત્ર જાહેર કરી આવતીકાલ તા.17થી ફરી વખત છ માસનો વધારો કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં ઇમ્પેક્ટ ફી અંતર્ગત આજ સુધીમાં 14810 અરજીઓ આવી હોવાનુ જાણવા મળેલ છે. જે પૈકી 4927 અરજીઓ મંજૂર કરી બાકીની પેન્ડિંગ રાખી તપાસ કર્યા બાદ મંજૂર કરાશે તેમ જાણવા મળેલ છે.

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગવાના છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાતમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસરતા બક્ષવા માટે એટલે કે ઈમ્પેક્ટ ફીની અરજી કરવાની મુદ્દતમાં છ મહિનાનો વધારો કર્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે સોમવારે નોટિફિકેશન બહાર પાડી 17મી ડિસેમ્બરથી અરજી કરવાની મુદ્દતમાં છ મહિનાનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે, જેને લઈ રાજ્ય સરકારે ગુજરાત અનધિકૃત વિકાસ અધિનિયમ 2022નું બિલ લાવી કાયદેસરતા બક્ષવા કવાયત્ કરી હતી. જે અંતર્ગત ચાર વખત છ-છ માસની મુદત આપ્યા બાદ પાંચમી વખત મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. મનપાના જણાવ્યા મુજબ ઇમ્પેક્ટ ફી અંતર્ગત આવતી અરજીઓ પૈકી મોટાભાગની અરજીઓમાં નિયમોની અમલવારી ન થતી હોવાનુ જાણવા મળેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *