રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ, 3.44 લાખ મતદારોના નામ થશે રદ

રાજ્યભરમાં ચાલી રહેલી SIRની પ્રથમ તબક્કાની કામગીરી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કામગીરીના ભાગરૂૂપે, આજે રાજકોટના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા દ્વારા…

રાજ્યભરમાં ચાલી રહેલી SIRની પ્રથમ તબક્કાની કામગીરી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કામગીરીના ભાગરૂૂપે, આજે રાજકોટના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા દ્વારા વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં જિલ્લા અધિકારી તેમજ કલેકટર સાહેબના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, હવે આગામી દિવસોમાં મતદાર યાદી સુધારણાની કામગીરી કઈ રીતે આગળ વધારવી અને ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, SIRની આ કામગીરી દ્વારા મતદાર યાદીમાંથી મોટા પાયે નામો રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 2002ની મતદાન યાદી અનુસાર, શહેર અને જિલ્લામાં કુલ 23,91,027 મતદારો નોંધાયેલા છે. સ્થળાંતર કરનારા અને મૃત્યુ પામેલા મતદારો મળીને કુલ 3,44,000 જેટલા નામો રદ કરવામાં આવશે.

નોંધનીય બાબત એ છે કે, એક વિધાનસભા ક્ષેત્રમાં જેટલા મતદારો હોય, તેટલી મોટી સંખ્યામાં મતદારોના નામ યાદીમાંથી રદ થવા જઈ રહ્યા છે, જે આ પ્રક્રિયાનું સૌથી મોટું પાસું છે.

વધુમા મતદાર યાદી સુધારણાની કામગીરીના અંતે આગામી 19મી તારીખના રોજ ફાઇનલ મતદાન યાદી બહાર પાડવામાં આવશે. આ ફાઇનલ યાદી પ્રસિદ્ધ થયા બાદ કોઈપણ નાગરિકોને તેમાં વાંધા અરજી રજૂ કરવાની અથવા સુધારા વધારા કરવા માટેની તક આપવામાં આવશે. આ પ્રક્રિયા બાદ જ રાજ્યમાં મતદારોની ચોક્કસ સંખ્યા જાણી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *