જુનિયર ફાર્માસિસ્ટ, ગ્રંથાલય કારકુન સહિત 395 જગ્યાઓ પર ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે એક મોટી ભરતીની જાહેરાત કરી છે. કુલ 395 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.જૂનિયર ફાર્માસિસ્ટની…

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે એક મોટી ભરતીની જાહેરાત કરી છે. કુલ 395 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.જૂનિયર ફાર્માસિસ્ટની 209, ગ્રંથાલય કારકુનની 86 જગ્યા પર અને મદદનીશ ગ્રંથાલયની 100 જગ્યાઓ પર ભરતી કરાશે. ઉમેદવારો 30 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. ઉમેદવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં મંડળની સત્તાવાર વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાનું રહેશે.

જુનિયર ફાર્માસીસ્ટની 209 જગ્યાઓ, ગ્રંથાલય કારકુનની 86, મદદનીશ ગ્રંથાલયની 100 જગ્યા પર ભરતી કરાશે. ઉમેદવારો 30 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. રાજ્યના વિવિધ વિભાગોમાં કુલ 395 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂૂ કરવાની જાહેરાત કરી છે. કુલ 395 પદો માટેની ભરતી પ્રક્રિયા શરૂૂ થઈ છે. ઉમેદવારોએ નિર્ધારિત સમય મર્યાદામાં મંડળની સત્તાવાર વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાનું રહેશે.

આ સિવાય જો તમે ભારતીય સેનામાં જોડાવા અને નોકરી પર શીખવા માંગતા હોવ તો હવે તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. ભારતીય સેનાએ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ (IAIP) માટે નોંધણીઓ ખોલી છે. આ ઇન્ટર્નશિપ એવા યુવાનોને પસંદ કરે છે જેઓ લાઇવ પ્રોજેક્ટ્સ અને હાઇ-ટેક મિશન પર આર્મી સાથે કામ કરશે. B.E./B.Tech ડિગ્રી (કમ્પ્યુટર સાયન્સ/ડેટા સાયન્સ/ IT/ECE) ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 21 ડિસેમ્બર છે.

ઉમેદવારો બેંકમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે તેઓ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા (CBI) ભરતી માટે પણ અરજી કરી શકે છે. બેન્ક તેના કૃષિ, ગ્રામીણ વિકાસ અને નાણાકીય સમાવેશ વિભાગ, સેન્ટ્રલ ઓફિસ માટે ઇઈ સુપરવાઈઝરની ભરતી કરી રહી છે. નિવૃત્ત અને યુવાન બંને ઉમેદવારો અરજી કરી શકે છે. છેલ્લી તારીખ 20 ડિસેમ્બર છે. આ સમય પછી સબમિટ કરેલી અરજીઓ માન્ય રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *