સોશિયલ મીડિયામાં બે વીડિયો વાઇરલ : એક વીડિયોમાં જૂથ વચ્ચે સરાજાહેર ધોકા-પાઇપ ઉલળ્યા
રાજકોટ શહેરમા દિન પ્રતિદિન જાહેરમા મારામારી કરવી તેમજ સામાન્ય માથાકુટમા હથીયાર કાઢી રોફ જમાવવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે સોશિયલ મીડીયામા બે સરાજાહેર માથાકુટના વિડીયો વાયરલ થયા હતા. એક વિડીયોમા કોઠારીયા રોડ પર બે મહીલાઓ વચ્ચે માથાકુટ થઇ હતી અને બાખડી પડી હતી જેમા એક મહીલા ‘મર્ડર કરવુ હોય તો કરી નાખો, હું ડરતી નથી’ તેમ કહી પાડોશી મહીલાને ઉશ્કેરી હતી અને બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ ઘટના બાદ મહીલાનો પુત્ર છરી લઇને આવ્યો હતો અને તેમણે પાડોશી મહીલાને છરીને ઘા ઝીકી દીધો હતો આ ઘટનામા ત્રણેય ઘવાયા હતા. તેમજ બીજી ઘટનામા જાહેરમા લોકોનુ ટોળુ એકઠુ થયુ હતુ અને ચારેક શખ્સો પાસે ધોકા પાઇપ હતા અને સામસામી બોલાચાલી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડીયામા વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી.