સાધુવાસવાણી રોડ ઉપર આવેલ ગુરૂૂજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં થયેલી હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા જૂનાગઢના શખ્સની જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ સાધુવાસવાણી રોડ ઉપર આવેલ ગુરૂૂજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા સોહિલભાઈ બુકેરાની તા.13/11/2023 ના રાત્રે રણજીત પરમાર, કુલદીપ બારૈયા, મહાવીર વાળા, મયુરી બારોટ અને રણજીત પરમારની પત્નીએ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાની કૃષ્ણાબેન યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવના નવ માસ પહેલા રણજીત પરમારના ભાઈ પારસ પરમાર સાથે મૃતક સોહિલને મજાક મસ્તીના વ્યવહાર હતા અને મજાક મસ્તીમાં બંને વચ્ચે ગાળા ગાળી અને ઝઘડો થતાં બંને વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઇ જેનો ખાર રાખી હુમલો કરવામાં આવતા જેમાં સારવારમાં સોહીલ બુકેરાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો બાદ પોલીસે ઝડપેલા આરોપીની પૂછપરછમાં જૂનાગઢના સોહિલ કારાસીડાની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. તપાસનીશ દ્વારા ચાર્જશીટ થતા આરોપી સોહિલ કારાભાઈ સીડાએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી રદ થતા ગુજરાત હાઈકોર્ટમા જામીન અરજી કરી હતી.
જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે જરૂૂરી ચુકાદાઓને ધ્યાનમા રાખી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુક્ત્ત કરવા હુકમ ફરમાવ્યો હતો.આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર, પ્રહલાદસિંહ બી. ઝાલા, મીતેશ એચ. ચાનપૂરા તેમજ ગુજરાત હઈકોર્ટમા મોહમદઝઈદ આઈ. સૈયદ રોકાયા હતા.
