શાહરૂખખાનની બાઝીગરની સિકવલ બનશે
પઠાણ અને જવાનની સફળતા બાદ કિંગ ખાન પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. આ દિવસોમાં શાહરૂૂખ તેની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ કરી રહ્યો છે. સિનેમાપ્રેમીઓ પણ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. દરમિયાન, શાહરૂૂખની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલનું અપડેટ બહાર આવ્યું છે. ે આ વાતની પુષ્ટિ નિર્માતાએ પોતે કરી છે. આ ફ્લ્મિ છે બાઝીગર આ ફિલ્મમાં અભિનેતાએ અજય શર્માનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, જે હાર્યા પછી જીતે છે તે બાઝીગર કહેવાય છે. આ ફિલ્મના ગીતો પણ લોકોના હોઠ પર રહે છે. હવે આ ફિલ્મની સિક્વલને લઈને શાહરૂૂખના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે.
બાઝીગર ફિલ્મના નિર્માતા રજત જૈને પુષ્ટિ કરી છે કે બાઝીગરની સિક્વલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના માટે શાહરૂૂખ ખાન સાથે ચર્ચા ચાલી રહી છે. જો કે હજુ સુધી કોઈ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી નથી. હાલમાં, અભિનેતાને બાઝીગર 2 બનાવવાનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે. રજત જૈને વાત પૂરી કરી અને કહ્યું કે આવનારા સમયમાં લોકો ચોક્કસપણે બાઝીગરની સિક્વલ જોઈ શકશે. અમારી ટીમ વાર્તા પર સારી રીતે કામ કરી રહી છે જેથી બાઝીગરનો વારસો જાળવી શકાય.