યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ પાસે આવેલા ભવાનીનગરમાં રહેતા દક્ષાબેન નિતીનભાઈ જેઠવા(મોચી)(ઉ.વ.43)એ નૈનાબા કરણસિંહ સોલંકીએ મકાન પચાવી પાડવા અને વેચાણે આપવા અંગે ધમકી આપતા તેમની સામે યુનિવર્સિટીમાં પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી આવી છે.
દક્ષાબેને ફરિયાદમાં જણાવ્યુ હતું કે,અમોએ પુસ્કરધામ પાસે ભવાનીનગર-2માં મકાન કાંતીલાલ મોહનલાલ સીતાપરા પાસેથી વેચાણથી તા. 03/11/2008 ના રોજ ખરીદેલ છે અને ત્યારથી અમો પરીવાર સાથે તે મકાનમા રહીએ છીએ અને ડિસેમ્બર-2024 મા નયનાબા કરણસિંહ સોલંકી અમારા ઘરે આવેલ અને મને જણાવેલ કે,તમારી બાજુમા આવેલ ગોપાલભાઈ ભટ્ટીનુ મકાન મે વેચાણથી લઈ લીધેલ છે અને તમારૂૂ આ મકાન અમારા દબાણમા આવે છે જેથી તમો તમારૂૂ આ મકાન મને વેચાણથી આપી દયો જેથી મે તેઓને જણાવેલ કે,અમારે અમારૂૂ મકાન વેચવુ નથી જેથી તેઓએ મને જણાવેલ કે તમે તમારૂૂ મકાન અમોને વેચાણથી આપી દયો નહીતર અમે તમારૂૂ આ મકાન પચાવી પાડીશુ અને અમારે મોટી ઓળખાણો હોય જેથી તમો અમોને કંઈ કરી શક્શો નહી તેમ છતા મે મકાન વેચવાની ના પાડતા તેઓ જતાજતા બોલેલા કે,તમે કેમ અહીં રહેશો તે જોઈ લેશુ અને ત્યારબાદ મારા વિરુધ્ધમા પોલીસ સ્ટેશન ખાતે જગ્યા પચાવી પાડવા બાબતની અરજી કરેલી હતી.
જેથી અમે અમારા જરૂૂરી દસ્તાવેજો લઈ પોલીસ સ્ટેશન ખાતે ગયેલ અને પોલીસ સ્ટેશન ખાતે અમારા મકાનના જરૂૂરી દસ્તાવેજો રજુ કરેલ અને અમો બન્ને વચ્ચે હવે પોલીસ સ્ટેશન ખાતે અરજીઓ ન કરવા બાબતે સમાધાન થયેલ તેમ છતા આ નયનાબાએ મારા વિરુધ્ધમા પોલીસ સ્ટેશન ખાતે ઝઘડા બાબતની અરજી કરેલ અને આ નયનાબા અમોને અ મારૂૂ આ મકાન તેઓને વેચી દેવા માટે અવાર નવાર હેરાન કરતા હોય જેથી યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
