રાજકોટ શહેરના નવાગામમાં રહેતા સોનબાઈ ઇમરાનભાઈ મોગલ(ઉ.વ.27) એ પોતાની ફરિયાદમાં પતિ ઇમરાનનું નામ આપતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સોનબાઇ બેને જણાવ્યું હતું કે,મેં ઇમરાન સાથે મે અગિયારેક વર્ષ અગાઉ લગ્ન કરેલ, જે થકી અમારે સંતાનમા બે દિકરા છે.મારા લગ્ન થયા બાદ હુ પ્રેગ્નેટ હતી તે વખતે ઇમરાન રાજકોટથી અમ્દાવાદ વચ્ચે ફોરવ્હિલ ગાડી પેસેંજરમા ચલાવતો હતો તે વખતે તેની અગાઉની પત્નિ અમિના જે હાલ હયાત નથી તેની સાથે અમદાવાદ ગયેલો જે બાબતે મે તેને અમિના સાથે સબંધ નહી રાખવા બાબતે કહેલ તેથી તેણે ઉશ્કેરાઈ જઈ મને ઢીકા-પાટુનો માર મારેલ જે બાદ પણ અવારનવાર નાની-નાની બાબતમા તે મારી સાથે ઝગડા કરી માર-ઝુડ કરતો અને હુ ફરીથી પ્રેગ્નેટ થયેલ આ વખતે 5ણ તેણે મને માર મારી ઘરમાથી કાઢી મુકેલ અને હુ મારા બેડીપરા ફાયરબ્રિગેડ, ક્રિશ્ના ચોક શેરી નં 05 ખાતે આવેલ દાદા-દાદીના ઘરે જતી રહી હતી.
જે બાદ ત્રણેક મહિના પછી મારા સસરા અન્વરભાઈ મને તેડવા આવતા હુ ફરીથી ઇમરાનના ઘરે તેની સાથે રેહવા જતી રહેલ અને ત્યારબાદ અમો શાંતિથી રહેતા હતા અને આજથી બે મહીના પહેલા મે મારા નામની બજાજ ફાયનાંસમા લોન લઇ મારા ઓળખીતા ભાઇ અફઝલ ના નામે એક ઓટો રિક્ષા લીધેલ જે ઓટોરીક્ષા ઇમરાને કયાક ગીરવે મુકી દીધેલ હોય જે બાબતે અમારે બોલાચાલી થયેલ બાદ ગઇ કાલ તા.08/02ના રોજ સવારે હુ મારા બાળકો સાથે ઘરે હતી તે વખતે મે ઇમરાનને કહેલ કે હવે તમે કોઇ નશો ના કરતા તેમ કહેતા તે ઉશ્કેરાઇ ગયેલ અને જેમ ફાવે તેમ બોલી માર મારવા લાગેલ અને ક્યાય ગયેલ નહી અને મને પણ ક્યાય બહાર જવા દિધી નહી.બાદમાં સવાર ના પણ ઇમરાને મારી સાથે બોલાચાલી કરી ઘરમા રાખેલ પડદા ભરાવવાની સ્ટીલ ની પાઇપ થી મને આડેધડ માર મારવા લાગેલ જેથી મને જમણા હાથે તથા કપાળ ના ભાગે તથા આખા શરીરે મુંઢ ઇજાઓ કરી હતી.
