ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પતિના હાથે પત્નીની હત્યા

20 દિવસ પૂર્વે પિતરાઇ ભાઇ સાથે જતી રહેતા પરિણીતાને માતાજીના માંડવામાંથી બહાર બોલાવી ‘તે મારું નાક કપાવ્યું’ કહી રહેંસી નાખી ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ…

20 દિવસ પૂર્વે પિતરાઇ ભાઇ સાથે જતી રહેતા પરિણીતાને માતાજીના માંડવામાંથી બહાર બોલાવી ‘તે મારું નાક કપાવ્યું’ કહી રહેંસી નાખી

ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ દિવસ પૂર્વે ઝઘડો થતા માસિયાઈ ભાઈ સાથે અમદાવાદ ચાલી ગઈ હતી. બાદમાં બે દિવસ પૂર્વે જ સમાધાન કરી પતિ તેડી આવ્યો હતો. ગઈ કાલે ગોંડલમાં માતાજીના માંડવામાં ગઈ કાલે દંપતી હાજર હતું. ત્યારે બહાર બોલાવી તે મારું નાક કપાવ્યું હવે હું તારું નાક કપાવીશ તેમ કહી હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશભાઈ ડાભી નામની 24 વર્ષની પરિણીતા રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ગોંડલમાં આવેલા સરકારી દવાખાના પાસે હતી ત્યારે તેના પતિ દિનેશ જીતુભાઈ ડાભીએ ઝઘડો કરી છરી વડે હુમલો કરી વાસાના ભાગે બે અને હાથમાં એક ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મનીષાબેન ડાભીને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ પરિણીતાએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનીષાબેન ડાભીના પાંચ વર્ષ પૂર્વે દિનેશ ડાભી સાથે બીજા લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં આગલા ઘરનો એક પુત્ર અને એક પુત્રી છે. દિનેશભાઈ ડાભી સાથેના લગ્ન જીવનમાં પણ મનિષાબેન ડાભીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો છે. મનીષાબેન ડાભી ભંગારની ફેરી કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. 20 દિવસ પૂર્વે મનિષાબેન ડાભીને પતિ દિનેશ ડાભી સાથે ઝઘડો થતાં માસિયાઈ ભાઈ વિજય ઉર્ફે ભોલીયા સાથે અમદાવાદ ચાલી ગઈ હતી. બે દિવસ પૂર્વે જ સમાધાન કરી દિનેશ ડાભી પત્ની મનિષાબેન ડાભીને તેડી આવ્યો હતો. ગઈકાલે ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે માતાજીનો માંડવો હતો અને દંપતી માતાજીના માંડવામાં ગયું હતું ત્યારે પત્ની મનીષાબેન ડાભી માસિયાઈ ભાઈ સાથે અમદાવાદ ચાલી ગઈ હતી જે અંગે ચારિત્ર્ય પર શંકા કરી દિનેશ ડાભીએ પત્ની મનીષા ડાભીને માંડવામાંથી બહાર બોલાવી નસ્ત્રતે મારું નાક કપાવ્યું હવે હું તારું નાક કપાવીશસ્ત્રસ્ત્ર તેમ કહી છરી વડે હુમલો કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેનો ગોંડલ પોલીસે પત્નીની હત્યા કરનાર પતિ દિનેશ ડાભી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *