ભાણવડના સણખલા ગામે પાણી વાળવા બાબતે પતિના હાથે પત્નીની ક્રૂર હત્યા

મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રહી અને ખેત મજૂરી કામ કરતા નંદરામ સોમા ગરવાલ આદિવાસી નામના…

મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રહી અને ખેત મજૂરી કામ કરતા નંદરામ સોમા ગરવાલ આદિવાસી નામના 32 વર્ષના શખ્સે સોમવાર તા. 9 ના રોજ બપોરના સમયે ભાણવડ તાલુકાના સણખલા ગામે તેના પત્ની રેખાબેન સાથે ઘઉમાં પાણી વાળવા બાબતે ઝઘડો કરી બોલાચાલી કરી હતી. આ બનાવ બાદ ઉશ્કેરાયેલા નંદરામ ગરવાલે પોતાના પત્ની રેખાબેનને માથામાં લોખંડના પાવડાનો ઘા ઝીંકી દીધો હતો. આટલું જ નહીં, આરોપી દ્વારા પોતાના પત્નીને બેફામ માર મારી, ગંભીર ઇજાઓ પહોંચાડી ગળાના ભાગે હુમલો કરતા અથવા તો ગળું દબાવી દેતા તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું.

જે અંગેની ધોરણસર ફરિયાદ પ્રતાપભાઈ ભીખાભાઈ કોડીયાતર (ઉ.વ. 35, રહે. અડવાણા)એ નંદરામ સોમા સામે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતા તેમજ ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાકીદની કાર્યવાહી કરી, આરોપીની અટકાયત કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીને તપાસનીસ પોલીસ અધિકારી પી.આઈ. ચેતન દેસાઈ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપી પતિ નંદરામ સોમા ગરવાલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

કાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા ગોવિંદભાઈ વિક્રમભાઈ ચાવડાના ઘરે મહેમાન આવતા હોવાથી તેઓ દાતા ગામે પોતાની વાડીએ પોતાની જી.જે. 37 એ.બી. 9333 નંબરની મોટર કાર લઈને જમવા ગયા હતા. ત્યાર બાદ તેઓ રાત્રિના સમયે ઘરે પરત ફરતી વખતે વાડી નજીક તેમની કાર આડે એકાએક ભૂંડ ઉતરી આવતા આ ભૂંડને બચાવવા જતા તેમની કાર નજીકમાં આવેલા એક સિમેન્ટના ડિવાઇડર સાથે ટકરાઈ હતી.આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ આહીર સિંહણ ગામના અશ્વિનભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ. 25) એ અહીંની પોલીસને કરી છે.

પૈસાની લેતીદેતી બાબતે બઘડાટી
ખંભાળિયાના બેઠક રોડ વિસ્તારમાં એક દુકાન પાસે પૈસાની લેતી-દેતી સંદર્ભે વિશાલ નારણદાસ હરદાસાણી, એજાજ સલીમભાઈ સાટી અને અરબાજ અબ્દુલભાઈ સાટી નામના ત્રણ શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કરણભાઈ રસિકભાઈ રાયચુરા (ઉ.વ. 19, રહે. બેઠક રોડ) દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સામા પક્ષે અરબાજ અબ્દુલભાઈ સાટી (ઉ.વ. 22, રહે. ગાયત્રી નગર, પોલીસ લાઈન પાછળ) દ્વારા આરોપી કરણ રસિકભાઈ રાયચુરા, યશ કમલેશભાઈ દતાણી, દિલીપ અરજણભાઈ રૂૂડાચ, આશિષ કારૂૂભાઈ ભારવાડીયા અને ભરત કારૂૂભાઈ ભારવાડીયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે એજાજ નામના એક યુવાન પાસેથી આરોપી કરણ રાયચુરાને પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હોય, આ બનાવને અનુલક્ષીને ઉપરોક્ત બનાવ બનવા પામ્યો હતો. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે બંને પક્ષે કુલ 8 શખ્સો સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જયપાલસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *