વિંછીયાના આંકડિયા ગામે વ્યાજખોરોનો આંતક, દુકાનદાર સહિત બે ઉપર હુમલો કરી ધમકી

વિછીયાના દેવધરી રહેતા યુવાને ભાણેજના લગ્ન માટે 20 ટકા વ્યાજે લીધેલા રૂૂ. 20 હજાર માં 18 હજાર ચૂકવી દીધા છતાં વધુ રૂૂપિયા પડાવવા માટે વ્યાજખોર…

વિછીયાના દેવધરી રહેતા યુવાને ભાણેજના લગ્ન માટે 20 ટકા વ્યાજે લીધેલા રૂૂ. 20 હજાર માં 18 હજાર ચૂકવી દીધા છતાં વધુ રૂૂપિયા પડાવવા માટે વ્યાજખોર ભાઈ સહીતના ત્રણ શખ્સોએ હુમલો કરી વચ્ચે પડેલા દુકાનદારને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ વિછીયાના દેવધરી રહેતા મુનાભાઈ પરસોતમભાઈ શેખની ફરિયાદને આધારે પ્રદીપ નનકુ ધાધલ તેમજ તેના ભાઈ મેધરાજ તેમજ મંગલુભાઈ કાઠી દરબારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ એક વર્ષ પહેલા મારે ભાણેજના લગ્ન હોવાથી અને પૈસાની જરૂૂર હોવાથી દેવધરી ગામમાં તથા આંકડીયા ગામમાં અવર જવર કરતા અને જેને હુ ઘણા સમયથી ઓળખુ છું તે રંગપર વાળા જગાભાઇ કુકડીયાને વાત કરતા તેણે મને પ્રદિપ નનકુ ધાંધલ વ્યાજે પૈસા આપે છે.

અને ગઇ તા.01/002/02025ના રોજ દેવધરી ગામે સરકારી દવાખા ના પાસે પ્રદિપ નનકુ ધાધલને જગાભાઇ કુકડીયાએ બોલાવેલ અને પ્રદિપભાઇ ત્યાં આવેલ અને પોતે 0 ટકા લેખે રૂૂપિયા વ્યાજે આપશે તેમ જણાવી ચોખવટ કરી અને પોતે વ્યાજે રૂૂપીયા માટે જગુભાઇ કુકડીયા ને વચ્ચે જામીન તરીકે જણાવેલ જેથી મે જગાભાઇ કુકડીયા ને રહેવા સમજાવેલ આ વખતે મુકેશ પરસોત્તમ ધરજીયા ને પણ બોલાવેલ આ લોકો ની હાજરીમાં રૂૂ.20,000 રોકડા મને આપેલ ત્યાર પછી દર મહીને વ્યા જ પેટે રૂૂ.4000 રોકડા આ પ્રદીપ નનકુ ધાધલ મારી પાસે લેતા હતા અને મે છેલ્લે પાંચ મહીના સુધીમા રૂૂ, 18000 ભરેલ અને 2000 બાકી રાખેલ હતા ત્યાર બાદ મારા પુત્ર ધવલ નો અકસ્માતે હાથ ભાંગી જતા હુ ખર્ચ મા હોવાથી પ્રદીપભાઇને વ્યાજ ના પૈસા આપી સકેલ નહી ત્યાર પછી મારો પણ હાથ ભાંગી જતા દવા નો ખર્ચ થય જતા અને ત્ર ણ માસ સુધી કામકાજ ન કરી સકવા ને કારણે પ્રદીપભાઈને વ્યાજ ની રકમ આપી સકેલ નહી જેના કારણે બે વખત પ્રદી પભાઇ દેવધરીના પુલ પાસે મળેલ અને વ્યાજ તથા મુદ્દલ રકમ પરત દેવા બાબતે બોલાચાલી કરેલ હતી અને મે તેને મા રી સ્થિતીની વાત કરેલ હતી.

ગઈકાલે તા. 10/02/2026 ના રોજ બપોરના આશરે અઢી વાગે દેવધરી ગામે હુ મારા મિત્ર હિતેશ ભાઇ રાઘવભાઇ રોજાસરાની ચામુંડા હાર્ડવેર ની દુકાન પાસે બેઠો હતો ત્યારે પ્રદિપભાઇ અને તેના ભાઇ મેઘરાજ બન્ને રાઘવભાઇ રોજાસરાની ચામુંડા હાર્ડવેર ની દુકાન પાસે બેઠો હતો ત્યારે પ્રદિપભાઇ અને તેના ભાઇ મેઘરાજ એમ બન્ને જણા સ્પેલન્ડર મોટર સાયકલ લાઇને આવેલ અને મારી પાસે આવીને વ્યાજના પૈસા ની ઉઘરાણી કરિને ગાળો દી ધેલ જેથી દુકાન માલીકે હિતેશભાઇએ દુકાન પાસે ગાળો બોલવાની ના પાડાતા પ્રદીપે ઉછકેરાઇ પ્લાસ્ટીક ના પાઇપનો એક ઘા મારા વાસામા મારેલ અને હિતેશાભાઈને તુ અહીં રહેજે હમણા આવુ છુ. તેમ કહી ને આશરે વીસેક મનીટ પછી બ્લુ કલર ની ફોરવ્હીલ મા પ્રદીપભાઇ અને મગળુભાઈ આવેલ અને પ્રદીપભાઇ એ દુકાન વાળા હિતેશભાઇને કહ્યું કે તુ સુ કહેતો હતો તેમ કહીને એક જાપટ મારેલ હતી અને છરી જેવુ હથીયાર દુકાનદાર હિતેશને બતાવ્યુ કે આટલી વાર લાગસે અને તારુ પુરુ કરી દઇશ એમ કહિને મારી નાખવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *