ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ દિવસ પૂર્વે ઝઘડો થતા માસિયાઈ ભાઈ સાથે અમદાવાદ ભાગી ગયેલી પત્નીની હત્યા કરનાર પતિને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. હત્યારા પતિએ તે મારું નાક કપાવ્યું હવે હું તારું નાક કપાવીશ તેમ કહી હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશભાઈ ડાભી નામની 24 વર્ષની પરિણીતાની હત્યામાં સંડોવાયેલ તેના પતિ દિનેશ જીતુભાઈ ડાભીને ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલ વોરા-કોટડા રોડ પંચપીરનીધાર ઇદગાહ પાસેથી ગુન્હામાં ઉપયોગ કરેલ છરી સાથે પકડી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક મનીષાબેન ડાભીના પાંચ વર્ષ પૂર્વે દિનેશ ડાભી સાથે બીજા લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં આગલા ઘરનો એક પુત્ર અને એક પુત્રી છે.
દિનેશભાઈ ડાભી સાથેના લગ્ન જીવનમાં પણ મનિષાબેન ડાભીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો છે. મનીષાબેન ડાભી ભંગારની ફેરી કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. 20 દિવસ પૂર્વે મનિષાબેન ડાભીને પતિ દિનેશ ડાભી સાથે ઝઘડો થતાં માસિયાઈ ભાઈ વિજય ઉર્ફે ભોલીયા સાથે અમદાવાદ ચાલી ગઈ હતી. બે દિવસ પૂર્વે જ સમાધાન કરી દિનેશ ડાભી પત્ની મનિષાબેન ડાભીને તેડી આવ્યો હતો.
બનાવના દિવસે ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે માતાજીનો માંડવો હોય ત્યારે દિનેશે પત્ની મનીષા ડાભીને માંડવામાંથી બહાર બોલાવી તે મારું નાક કપાવ્યું હવે હું તારું નાક કાપીશ તેમ કહી છરી વડે હુમલો કરી હત્યા ફરાર થઇ ગયો હતો.રાજકોટ ગ્રામ્ય પોલીદ વડા હિમકર સિંહની સુચનાથી એલ.સી.બી.ના પી.આઈ વી.વી. ઓડેદરા સાથે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ એ.સી. ડામોર સ્ટાફના યુવરાજસિંહ ગોહિલ, મહેન્દ્રભાઇ વાળા, મહાવીર ભાઇ બોરીચા,ઉદયભાઈ ધાધલ, કૃષ્ણસિંહ જાડેજા, ભાવેશભાઇ સાસીયા સહિતની ટીમે કામગીરી કરી હતી.
