જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા કિશનભાઈ રાઠોડ નામના 37 વર્ષના યુવાન ને ઢીંકે ચડાવનાર ગાયને મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમે શોધી કાઢયા બાદ પકડી પાડવામાં આવી છે, અને તેને ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવી છે.
નવાગામ ઘેડ વિસ્તારમાં બપોરે 12.00 વાગ્યાના અરસામાં કિશન રાઠોડ નામના યુવકને ગાય દ્વારા ઢીંકે ચડાવી હડફેટમાં લેવાયા પછી 108 ની ટુકડી દોડી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત ને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડી દેવાયા હતા, જયાં સઘન સારવાર મળી ગઈ હોવાથી તેઓની હાલત સુધારા પર છે. અને સ્વસ્થ છે.
આ બનાબ બાદ લોકોના ટોળાએ એકત્ર થઈને મહાનગરપાલિકાની ટુકડીને પણ જાણ કરી હતી, જેથી સોલીડવેસ્ટ શાખા ની ટુકડી દોડતી થઈ હતી, અને બપોરે ચાર વાગ્યાના અરસામાં નવાગામ ઘેડ ના એક ચોકમાંથી ગાયને શોધી કાઢી હતી, અને તેને દોરડેથી બાંધી વાહન મારફતે રણજીતસાગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબામાં પહોંચાડી દેવામાં આવી છે.
