પોલીસને કારમાંથી મળી આવી 1296 બોટલો અને 4 અલગ-અલગ નંબર પ્લેટ
ચોટીલા તાલુકાના પાંચવડા અને કુંઢડા ગામ વચ્ચે સર્જાયેલા એક માર્ગ અકસ્માતે પોલીસ માટે દારૂૂબંધીના ગુનાનો પર્દાફાશ કર્યો છે. અકસ્માત સર્જનાર ક્રેટા કારની તલાશી લેતા પોલીસને લાખોની કિંમતનો વિદેશી દારૂૂ મળી આવતા ’બગાસું ખાતા પતાસું’ મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની પ્રાપ્ત વિગત જોતા મોરબીના રવાપર રોડ પર રહેતા અને એપોલો પેપરમીલના ભાગીદાર કુલદીપભાઈ રૂૂગનાથભાઈ મોટકા (32 વર્ષ), તેમના અન્ય ભાગીદારો જયદીપભાઈ કાનેટીયા અને દિનેશભાઈ હરીપરા સાથે ગત તા. 23ના રોજ અમરેલીથી મોરબી પરત ફરી રહ્યા હતા.
ચોટીલા પાસે રિક્ષાનો સામાન પડી ગયો હોવાથી કુલદીપભાઈએ પોતાની કાર સાઈડમાં ઊભી રાખી હતી. આ સમયે પાછળથી પૂરઝડપે આવતી એક ક્રેટા કારના ચાલકે ઈકો કાર અને રિક્ષાને ઓવરટેક કરવા જતાં કુલદીપભાઈની કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની એરબેગ્સ ખુલી ગઈ હતી અને તેમાં સવાર જયદીપભાઈને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. મુદ્દામાલની જપ્તી અને પોલીસ કાર્યવાહી અકસ્માત સર્જ્યા બાદ ક્રેટા કારનો ચાલક વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એન. સોલંકી અને તેમની ટીમે જ્યારે ક્રેટા કારની તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી કારમાંથી વિદેશી દારૂૂની કુલ 1296 બોટલો મળી આવી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વપરાતી અલગ-અલગ 4 નંબર પ્લેટ પણ કારમાંથી જપ્ત કરાઈ છે. પોલીસે દારૂ, દારૂૂ, મોબાઈલ અને કાર સહિત કુલ રૂૂપિયા 9,55,600નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આગળની તપાસ ચોટીલા પોલીસે આ મામલે અકસ્માત અને પ્રોહિબિશન (દારૂૂબંધી) હેઠળ અલગ-અલગ ગુના નોંધી ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
