રાઇડ્સ વગર લોકમેળો શરૂ, છતાં પ્રથમ દિવસે જમાવટ

પ્રભારીમંત્રી હાજર નહીં રહેતા મહિલા સફાઇ કામદારના હસ્તે મેળો ખુલ્લો મુકાયો, રાત્રે 12 વાગ્યા સુધી લોકો મહાલ્યા મોડી રાત સુધીમાં આઠ રાઇડ્સને મંજૂરી, બાકીની 26ની…

પ્રભારીમંત્રી હાજર નહીં રહેતા મહિલા સફાઇ કામદારના હસ્તે મેળો ખુલ્લો મુકાયો, રાત્રે 12 વાગ્યા સુધી લોકો મહાલ્યા

મોડી રાત સુધીમાં આઠ રાઇડ્સને મંજૂરી, બાકીની 26ની મંજૂરી માટે સંચાલકોની રઝળપાટ, સાંજ સુધીમાં નિવેડો આવી જવાની શકયતા

રાજકોટમાં યોજાયેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું ઉદ્ઘાટન ગઇકાલે બુધવારે રાઇડ્સ વગર થયુ હતું. રાજકોટના પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત નહીં રહેતા મહિલા સફાઇ કામદારોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ લોકમેળાના મુખ્ય આકર્ષણ સમાન યાંત્રિક રાઇડ્સની મંજુરીઓમાં વિલંબ થતા મેળાના પ્રથમ દિવસે યાંત્રિક રાઇડ્સો બંધ રી હતી અને મેળામાં મહાલવા આવેલા લોકોને નિરાશ થવુ પડયુ હતું.

રાજકોટના લોકમેળામાં ફજેત ફાળકા, ચકરડી, ટોરાટોરા જેવી મોટી 34 રાઇડ્સ છે જેમાંથી પ્રથમ દિવસે મેળો પૂર્ણ થયો ત્યાં સુધીમાં માત્ર 8 રાઇડ્સને મંજૂરી અપાઇ હતી જ્યારે આજે સાતમના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે બાકીની રાઇડ્સને સાંજ સુધીમાં મળી જવાની આશા છે. રાઇડ્સ સંચાલકો અલગ અલગ કચેરીઓમા એનઓસી માટે દોડધામ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના પરંપરાગત લોકમેળામાં સતત બીજા વર્ષે મેળાનું ઉદ્ઘાટન થયા બાદ પણ યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી નથી. 2 સપ્ટેમ્બરે પ્રથમ દિવસે રાઈડ્સ વગર જ હજારો લોકોએ રાત્રિના 12 વાગ્યા સુધી મેળાની મજા માણી હતી. ખાણી-પીણી ઉપરાંત આઈસ્ક્રીમના સ્ટોલ પર લોકો ઉમટી પડ્યા હતાં. સાથે બાળકોએ રમકડાંના સ્ટોલ અને મહિલાઓએ ગ્રોસરી તેમજ હેન્ડીક્રાફ્ટ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ મેળાનો આનંદ લૂંટ્યો હતો.

આજે લોકમેળાનો બીજો દિવસ છેપ્રથમ દિવસે યાંત્રિક રાઇડ્સ બંધ હોવા છતાં લોકો પરંપરાગત લોકમેળાની મજા માણતા જોવા મળ્યા હતા અને લોકોએ મોડીરાત સુધી મેળાની મુલાકાત લીધી હતી.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળામાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણી હસ્તે ખુલ્લો મૂકવાનો હતો પરંતુ ગાંધીનગર ખાતે અન્ય કાર્યક્રમમાં હોવાથી લોકમેળા લોકાર્પણમાં આવ્યા ન હતા. સફાઈ કામદાર મહિલાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, પરંતુ યાંત્રિક રાઈડસના સંચાલકોને લાયસન્સ ઇસ્યુ કરવામાં ન આવતા યાંત્રિક રાઇડ્સ બંધ અને મેળો ચાલુ રહ્યો હતો. આજે સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીના અભિપ્રાય બાદ પોલીસ દ્વારા રાઇડ્સમાં સંચાલકોને યાંત્રિક રાઇડ્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. જો કે, સતત બીજા વર્ષે ઉદ્ઘાટનના દિવસે રાઇડ્સ બંધ રહેતા સંચાલકો અને મેળો મ્હાલવા આવતા લોકોમાં જરૂૂરથી નિરાશા જોવા મળી રહી હતી. કારણ કે, મોટાભાગના લોકો મેળામાં રાઇડ્સની સફર કરવા માટે આવે છે.

ઉલ્લેખનીય છે કે, આજે સાતમનો દિવસ છે એટલે કે લોકમેળામાં મોટાભાગે લોકો સાતમ-આઠમ બે દિવસ સૌથી વધુ મજા માણવા આવતા હોય છે. આજ દિવસે રાઇડ્સ બંધ રહે તો રાઇડ્સ સંચાલકોને પણ ક્યાંકને ક્યાંક આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે.

આજે રાત્રે નેવી બેન્ડની સુરાવલી વહેશે બાદમાં રાજભાના ડાયરાની રંગત
વિરાસતથી વિકાસ લોકમેળામાં સાંજે 06.30 વાગ્યાથી શ્રી માલાબેન રાઠોડ અને તેમની ટીમ ગરબા, શ્રી જેનીબેન કાપડિયા અને તેમની ટીમ મિશ્ર રાસની પ્રસ્તુતિ કરશે. તેમજ સાંજે 07 કલાકે નેવી બેન્ડની પ્રસ્તુતિ બાદ રાત્રે 08 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રખ્યાત કલાકાર શ્રી રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન છે. ત્યારે લોકમેળાના મુલાકાતીઓ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનો લ્હાવો લઈ શકશે.

લોકમેળામાં ખાણી-પીણીના સ્ટોલ પર આરોગ્ય વિભાગની બાજનજર

વિરાસત થી વિકાસ લોકમેળા માં કુલ 21 સ્ટોલ ધારકો ના કુડ સ્ટોલ ની સઘન ચકાસણી કરવામાં આવેલ. તપાસ દરમિયાન અંદાજિત 26 કિલો વાસી બાફેલા બટેટા, 18 કિલો દાઝીયું તેલ, 12 કિલો કાપેલા ફળ શાકભાજી, 10 કિલો મકાઈનો સ્ટાર્ચ/ લોટ , 27 કિલો બિન ફરાળી લોટમાં ઉપયોગ કરેલ ચિપ્સ, 9 કિલો ટ્વીસ્ટર માટેનું સિન્થેટિક ફૂડ કલર યુક્ત બેટર નો કુલ મળીને 111 સલ અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરાયેલ તેમજ કુલ 3500 રૂૂપિયા વહીવટી ચાર્જ કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *