કુદરતી કે માનવસર્જિત આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત અને બચાવ કામગીરી તેમજ વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના અતિમહાનુભાવોના પ્રવાસ દરમિયાન હેલીપેડની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક સાબિત થતી હોય છે.
કટોકટીના સમયે સમયસર હેલિકોપ્ટર લેન્ડિંગ કે ટેક-ઓફ થઈ શકે અને કોઈ પણ પ્રકારનો વિલંબ કે અકસ્માત ન સર્જાય તે હેતુથી ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ હયાત હેલીપેડને સતત ઉપયોગી એટલે કે ‘ઑપરેશનલ ક્ધડીશન’માં રાખવા માટે તમામ સંબંધિત અધિકારીઓ અને વિભાગોને સ્પષ્ટ અને ચુસ્ત દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.
ૠીષફફિિં સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર, હવેથી રાજ્યના દરેક હયાત હેલીપેડનું ઓછામાં ઓછું દર ત્રણ મહિને એકવાર ફરજિયાતપણે સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે. આ સ્થળ તપાસ દરમિયાન હેલીપેડની ક્ષમતા, સપાટીની મજબૂતી અને સુરક્ષાત્મક પાસાઓની ચકાસણી કરવામાં આવશે. જો તપાસ દરમિયાન હેલીપેડમાં કોઈ પણ પ્રકારની ખામી, તિરાડ કે મરામતની જરૂૂરિયાત જણાશે, તો તેને કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની રહેશે.
આ સમગ્ર વ્યવસ્થાને સુચારૂૂ રૂૂપે ચલાવવા માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે. રાજ્યના તમામ હેલીપેડ હંમેશા સંપૂર્ણપણે ઉપયોગલાયક રહે તે સુનિશ્ચિત કરવાની પ્રાથમિક અને સીધી જવાબદારી સંબંધિત ક્ષેત્રના કાર્યપાલક ઈજનેરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, આ જાળવણી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે અધિક્ષક ઈજનેરઓને પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ હેલીપેડની સતત અને નિયમિત સમીક્ષા કરતા રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.
હેલીપેડ માત્ર લેન્ડિંગ પ્લેટફોર્મ પૂરતું સીમિત નથી હોતું, પરંતુ તેની આસપાસની તમામ તકનીકી વ્યવસ્થાઓ ફ્લાઇટ સેફ્ટી માટે જરૂૂરી હોય છે. નવા પરિપત્ર મુજબ, હેલીપેડની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ્સ (જેમ કે ‘ઇં’ સિમ્બોલ અને બાઉન્ડ્રી લાઈન્સ), વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ વ્યવસ્થા અને હેલીપેડ તરફ આવતા એપ્રોચ રોડ સહિતની તમામ આનુષંગિક સુવિધાઓનું નિયમિતપણે સમારકામ અને જાળવણી કરવામાં આવશે. હેલિકોપ્ટરના સુરક્ષિત લેન્ડિંગ અને ટેક-ઓફ માટે હેલીપેડ અને તેની આસપાસનો ક્લિયરન્સ ઝોન સંપૂર્ણપણે અવરોધમુક્ત હોવો અત્યંત જરૂૂરી છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે કડક વલણ અપનાવ્યું છે. હેલીપેડ પર કે તેની આસપાસના પરિસરમાં થતા કોઈપણ પ્રકારના અનધિકૃત દબાણો, ગેરકાયદેસર કાયમી કે અસ્થાયી બાંધકામો, બાંધકામ સામગ્રીનો સંગ્રહ, ખાનગી કે સરકારી વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ, કચરાના ઢગલા, ઝાડી-ઝાંખરાનું ઉગવું તેમજ સરકારી વિભાગો (જેમ કે પોલીસ કેઆરટીઓ) દ્વારા જપ્ત કરવામાં આવેલા બિન-વપરાશી કે ભંગાર વાહનો ખડકવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
