વડિયામાં ગુંડાગર્દીએ ફરી માથું ઉંચક્યું મારૂતિનગરમાં રોડના કામમાં ધોકાવાળી થઇ

અમરેલી જિલ્લા ના વડિયામાં મારુતિનગર વિસ્તાર મા વિકાસ રૂૂપી રસ્તાનુ કામ શરુ કરવામાં આવ્યુ હતુ. આ રસ્તાના કામમા જાણે ધીંગાણા ખેલાયા હોય તેવો માહોલ બનતો…

અમરેલી જિલ્લા ના વડિયામાં મારુતિનગર વિસ્તાર મા વિકાસ રૂૂપી રસ્તાનુ કામ શરુ કરવામાં આવ્યુ હતુ. આ રસ્તાના કામમા જાણે ધીંગાણા ખેલાયા હોય તેવો માહોલ બનતો જોવા મળ્યો. એક તરફ ગ્રામપંચાયત ના આ કામમા ભાજપ નેતા એ કામ કરવાનો જાણે ઈજારો લીધો હોય તેમ સત્તાના જોરે ગ્રામપંચાયત હસ્તક નુ કામ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય એ હાથ ધર્યું અને ભ્રષ્ટાચાર બાબતે અવાજ ઉઠાવનાર સ્થાનિક યુવાન ને બે ફામ ગાળો ભાંડીને પાવડા થી હુમલો કરવા દોડ્યા તેનો વિડીયો વાઇરલ થવા છતાં વડિયા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહિ અને ભાજપ નેતાને દાદાગીરી કરવાનો છૂટો દોર અપાયો.

બીજી બાજુ આ જ કામમા સ્થાનિક લોકોએ કામ કરતા મજુરની ટીમો સાથે ઝગડો કરતા ધોકાવાળી થતી જોવા મળી અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ જેમા કનુભાઈ કહોર ના દીકરા સહીત અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે જાતિ પ્રત્યે હડધૂત કરી માર મારવાનો ગુનો નોંધાયો. આ સમગ્ર ઘટના પરથી એવું કહી શકાય કે વડિયાનુ પોલીસ તંત્ર ઘણા સમય થી ચાર્જ મા ચાલે છે. તેમા પણ ચાર્જ નો ચાર્જ ચાલતો જોવા મળી રહ્યો છે. ત્યારે વડિયા વિસ્તાર ની ભૂતકાળ મા જે ગુંડાગર્દી વાળી છાપ હતી તે ફરી એ રસ્તે વડિયા જતુ હોય તેમ ધોળા દીવસે ધોકાવારી થાય અને પોલીસ મૂક પ્રેક્ષક બનતી હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા.

આ ઘટના એ ભાજપ ના વર્તમાન સરકારના મંત્રીના મત વિસ્તાર વડિયામાં ભાજપ નેતાઓ અને પોલીસના આશીર્વાદ થી ફરી આવારાતત્વો દાદાગીરી રૂૂપી માથુ ઉંચકતા હોય અને વડિયા વાસીઓમા ધીમે ધીમે દાદાગીરી રૂૂપી ખોફ ફેલાતો હોય તેવુ જોવા મળી રહ્યું છે. ત્યારે વડિયા ફરી પોતાનો ભૂતકાળ યાદ કરીને ગુંડારાજ તરફ ભાજપના નેતાઓના આશીર્વાદ થી ધકેલાઈ રહ્યું હોય તેવુ જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *