હિટ એન્ડ રન : ભાણેજના લગ્નમાંથી પરત ફરેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોેત

રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પતાવી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન ચાલાકે રીક્ષાને ઠોકરે ચડાવતા…

રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પતાવી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન ચાલાકે રીક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં દંપતી અને બે સંતાનોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા રીક્ષા ચાલકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતા મુકુદ્દલ શબીરભાઈ ઘોઘારી (ઉ.વ.40), તેની પત્ની ફરીદાબેન મુકુદલભાઈ ઘોઘારી (ઉ.વ.38), પુત્ર મહમદ મુકુદલભાઈ ઘોઘારી (ઉ.વ.12) અને પુત્રી બનુલ બેન મુકુદલભાઈ ઘોઘારી (ઉ.વ.17) રિક્ષામાં બેસી ચોટીલા તરફથી રાજકોટ આવતા હતા ત્યારે આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક જ પરિવારના ચારેય સભ્યોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા રીક્ષા ચાલકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.પ્રાથમિક પૂછપરછમાં પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પ્રસંગમાં ગયો હતો અને ભાણેજના લગ્ન પતાવી પરિવાર રાજકોટ આવવા પોતાની રીક્ષા લઈને પરત ફર્યો હતો ત્યારે આપાગીગાના ઓટલા પાસે અજાણ્યા કાર ચાલકે રિક્ષા અને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ભાણેજના લગ્નમાંથી પરત ફરેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *