હિટ એન્ડ રન: શાકભાજી લેવા ગયેલા પ્રૌઢને કાળ ખેંચી ગયો

  શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં શાકભાજી લઈ પરત…

 

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં શાકભાજી લઈ પરત ફરી રહેલા પ્રૌઢને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ ઉપર આવેલ બજરંગ ફર્નિચર પાસે રહેતા બલવીર જીલુભાઈ પારઘી નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં કોઠારિયા સોલવન્ટ પાસે ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી વાહન ચાલક નાશી છુટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બલવીરભાઈ પારઘી મુળ મધ્યપ્રદેશના વતની છે અને તેમને સંતાનમાં એક પુત્રી છે. મૃતક બે ભાઈમાં મોટા હતા અને ફર્નિચરનું કામ કરતા હતાં. તેમની પત્ની છેલ્લા 10 વર્ષથી ભાગી ગઈ છે. બલવીરભાઈ પારઘી ગઈકાલે શાકભાજી લઈને પરત ફરી રહ્યા હતા. અજાણ્યા વાહન ચાલકે ઠોકરેચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાશી છુટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *