હિટ એન્ડ રન : ચોટીલા નજીક લગ્ન પ્રસંગમાં જતાં પ્રૌઢને કાળ ખેંચી ગયો

બાઈક સવાર દંપતિને ઠોકરે ચડાવી નાસી છુટેલાકાર ચાલકની શોધખોળ વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે…

બાઈક સવાર દંપતિને ઠોકરે ચડાવી નાસી છુટેલાકાર ચાલકની શોધખોળ

વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં ચોટીલામાં રહેતું દંપતી ધરમપુર લગ્નમાં જતું હતું. ત્યારે કુંઢડા ગામ પાસે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.

જે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પ્રોઢાનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં આવેલા ચામુડાનગરમાં રહેતા સમજુબેન રણછોડભાઈ દુધરેજીયા નામના 63 વર્ષના પ્રોઢા પોતાના પતિ રણછોડભાઈ દુધરેજીયાના બાઈક પાછળ બેસીને કુંઢડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સમજુબેન દુધરેજીયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સમજુબેન દુધરેજીયાનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.પ્રાથમિક પૂછપરછમાં સમજુબેન દુધરેજીયાને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે સમજુબેન દુધરેજીયા પોતાના પતિ રણછોડભાઈ દુધરેજીયાના બાઈક પાછળ બેસી ધરમપુર ગામે લગ્ન પ્રસંગમાં જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *