હિટ એન્ડ રનની ઘટનામાં અમરેલી કુકાવાવ રોડ ઉપર નાના ભંડારીયા પાટિયા નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાયકલને ટક્કર મારતા યુવાનનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ ફરિયાદી ઉદયભારથી મનુભારથી ગોસાઈ વ્રુંદાવન પાર્ક, લાઠી રોડ, અમરેલી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેઓના ફઈના દીકરા ભાવેશભાઈ ગણેશભાઈ મેઘનાથી (ઉં.વ.36) પોતાનું ૠઉં 14 અચ 8887 નંબરનું મોટરસાયકલ લઈને સનાળા ગામથી અમરેલી એસ.બી.આઈ. એ.ટી.એમ. ખાતે નાઇટ સિક્યુરિટી તરીકેની ફરજ બજાવવા માટે આવી રહ્યા હતા.
તે દરમ્યાન નાના ભંડારીયા પાટિયા પાસેથી આગળ માંગવાપાળ પાસે ધુળિયા કુવા નજીક પહોંચતા કોઇ અજાણ્યા વાહનચાલકે તેમના મોટરસાયકલ સાથે ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજાથી તેમનું સ્થળ પરજ મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કવાયત શરૂૂ કરી છે.
