જામકંડોરણા મામલતદાર કચેરી સામે ‘હિટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોત

રાજ્યમાં દિવસ ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે.જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી…

રાજ્યમાં દિવસ ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે.જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી મામલતદાર કચેરી સામે બનાવ બનવા પામ્યો છે. કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધ મહિલાને અડફેટે લેતાં મહિલા ને માથાં ના ભાગમાં અતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. વાહન ચાલકે આ અકસ્માત સર્જી પોતાનું વાહન લઇને ભાગી છુટયો હતો.

આ અંગે ની મળતી માહિતી મુજબ જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા કવિતાબેન છગનભાઇ પરમાર ઉ.વ. 70 જે બંન્ને પગથી અપંગ હોય ચાલી શકતાં ન હતાં ત્યારે જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી મામલતદાર કચેરી સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ બેફીકરાઈથી ઝડપે આવેલી ગાડીએ કવીતા બેન ને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો આ વૃધ્ધ મહિલાને સારવાર અર્થે જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તે દરમિયાન જ આ મહિલા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.આ ઘટના ની જાણ થતાં જ જામકંડોરણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જામકંડોરણા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *