આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના એક કીંમતી પ્લોટ સંદર્ભેનું કુલમુખત્યારનામું બોગસ હોવાની ફરિયાદમાં આ મુખત્યારનામું તૈયાર કરનારા એડવોકેટ એનપી રૂૂપારેલિયાની આગોતરા જામીન અરજી અદાલતને મંજૂર કરી છે.
આ અંગેની હકીકત મુજબ, યોગીનગર તરીકે ઓળખાતા વિસ્તારના ફરીયાદી જાગૃતભાઈ મહાસુખલાલ શાહે સને-1981માં ખરીદ કરેલ 940 ચોરસ વાર જમીનનો પ્લોટ ખરીદ કરેલ. આ પ્લોટ સંદર્ભે ઈશરાનખાન જમીલખાન પઠાણના નામનું 2008માં બોગસ કુલમુખત્યારનામું સહી અને સીકકા તથા સાક્ષીના ઓળખપત્ર લીધા વગર કરેલ હોવાનું બહાર આવ્યું હતું, તેમાં એડવોકેટ નોટરી એન. પી. રૂૂપારેલીયાના સહી સિકકા હોય તેની ધ2પકડ કરવા માટે પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલ હતી. તેથી આ બનાવમાં ગુન્હામાં આજીડેમ પોલીસ ધરપકડ કરે તેવી શક્યતા હોવાથી એડવોકેટ એન. પી. રૂૂપારેલીયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ કામમાં એડવોકેટના વકીલે કોર્ટમાં જણાવેલ કે, કુલમુખત્યારનામું કરનાર તથા સાક્ષીઓના ફોટોગ્રાફ અને સહીઓ લેવામાં આવેલ છે અને તેમાં ઓળખ આપનાર એડવોકેટ વિજય તન્ના હતા. અમોએ કાયદેસરની કાર્યવાહી કરીને નોટરી દસ્તાવેજ બનાવેલ છે.
અમે બોગસ કુલ મુખત્યારનામુ બનાવી કોઈ ગુન્હાહિતકૃત્ય કરેલ નથી. તેમજ નોટરાઈઝડ ડોકયુમેન્ટમાં ઓળખ આપના2 વકીલની સહી લઈ અને સહી કરનારનો ફોટો લગાડી પુરું નામ સરનામું લખેલ છે. જે રજૂઆતો મ દલીલો ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ વી. કે. ભટ્ટે વકીલ નોટરી એન. પી. રૂૂપારેલીયા કયાંય નાસી ભાગી જાય તેમ ન હોય, તેમજ પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવેલ હોય કે ગુનાહીત માનસ પ્રથમ દર્શનીય જણાઇ આવતું ન હોય. અરજદારને આગોતરા જામીન પર મુક્ત કરવાનો આદેશ કરેલ હતો. આ કામમાં આરોપી નોટરી તરફે પટેલ લો ફર્મના ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનિતા રાજવંશી તથા આસિસ્ટન્ટ તરીકે ઈશા કણઝારીયા રોકાયા હતા.
