હિસ્ટ્રીશીટરને પત્નીના પ્રેમી અને તેના મિત્રએ પતાવી દીધો

છેલ્લા દોઢ મહિનાથી દંપતી વચ્ચે ચાલતી માથાકૂટનો કરુણ અંજામ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ હિસ્ટ્રીશીટરની હત્યામાં બે ની ધરપકડ આજીડેમ ચોકડી અમુલ સર્કલ નજીક મૂળ જેતપુરના પેઢલા…

છેલ્લા દોઢ મહિનાથી દંપતી વચ્ચે ચાલતી માથાકૂટનો કરુણ અંજામ

પ્રેમસંબંધમાં આડખીલી રૂપ હિસ્ટ્રીશીટરની હત્યામાં બે ની ધરપકડ


આજીડેમ ચોકડી અમુલ સર્કલ નજીક મૂળ જેતપુરના પેઢલા ગામના વતની હિસ્ટ્રીશીટરની છાપ ધરાવતાં શખ્સને તેની પત્નીના પ્રેમી અને તેના મિત્રએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યારા રિક્ષા ચાલક અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. દોઢ માસથી ચાલતા ઝઘડાનો કરુણ અંજાણ આવ્યો હતો.
આ બનાવ અંગે પેઢલા ગામે પાંચ પીપળા રોડ પર નવરંગપરા સામા કાંઠે રહેતાં રામજી અરજણભાઇ ગુજરાતી (ઉ.વ.37)ની ફરિયાદ પરથી સાગર મનસુખભાઇ મકવાણા અને સંજય રમણીકભાઇ સોલંકી વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે. મુકેશનો પુત્ર સાહિલ અને તેનો નાનો ભાઇ દેવરાજ સાથે ઘરે હતા ત્યારે મમ્મી શોભનાબેન સાથે સાગર મનસુખભાઇ મકવાણા રિક્ષા લઇને આવ્યો હતો. મુકેશે પત્ની શોભાનાને તે બીજુ ઘર કર્યુ છે તો અહિ શું કરવા આવી છો? તેમ કહી મારવા જતાં શોભના ત્યાંથી ભાગી ગઇ હતી.


એ પછી સાહિલ અને પિતા મુકેશભાઇ અને મામા અર્જુનભાઇ તથા સાગર મકવાણા બધા મળી સાગરની રિક્ષામાં બેસી શોભનાને શોધવા માટે નીકળ્યા હતાં. સાંજના છ વાગ્યા સુધી શોભાના નહી મળતા બધા ઘરે આવી ગયા હતાં. બાદ મુકેશભાઇ અને સાગર મકવાણા રિક્ષામાં બહાર જતાં રહ્યા હતાં.સાહિલે ફોન કરતા સાગરે તારા પપ્પાને મેં મારીને અમુલ સર્કલ પાસે 80 ફુટ રોડ પર ફેંકી દીધા છે. એમ કહીને સાગરે ફોન કાપી નાખ્યો હતો. સાહિલે તેના નાના ભાઇ દેવરાજ સાથે અમુલ સર્કલ પાસે રિક્ષામાં ગયા હતાં. જ્યાં મુકેશની હત્યા કરેલી લાશ પડી હતી.


શોભના પતિ મુકેશને મુકીને સાગર મકવાણા સાથે રહેવા જતી રહી છે, ત્યારથી સાગર અને મુકશ વચ્ચે ઝઘડા થતાં હતાં. સાગર અને શોભના વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હોઇ આ પ્રેમસંબંધમાં મુકેશ અડચણરૂૂપ બનતો હોવાથી વારંવાર ઝઘડા તકરાર કરતો હતો. અંતે સાગરે મિત્ર સંજય સાથે મળી પ્રમિકાના પતિ મુકેશનો કાંટો કાઢી નાખ્યો હતો. આ મામલે એલસીબી ઝોન-1ના પીએસઆઇ બી.વી. બોરીસાગર અને તેમની ટીમે હત્યામાં સંડોવાયેલ સાગર અને તેના મિત્ર સંજયને ઝડપી લીધા હતા.

મૃતક મુકેશ ગુજરાતી સામે હત્યા,ચોરી અને પોલીસ ઉપર હુમલાના એનક ગુના

હત્યાનો ભોગ બનનાર મુકેશ અરજણભાઇ ગુજરાતી સામે અનેક ગુના નોંધાયેલ છે. તેના વિરૂૂધ્ધ અગાઉ એ-ડિવીઝન, ભક્તિનગર, ચોટીલા, ગોંડલ સીટીમાં ચોરીના ગુના તેમજ 300 પેટી દારૂૂના કેસમાં પણ તે પોલીસના હાથે પકડયો હતો. આ ઉપરાંત તે પોલીસ પર હુમલો, હત્યા સહિતના ગુનાઓમાં પણ સામેલ હોવાનું પોલીસ અધિકરીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *