રાજકોટના ગાંજાના ગુનામાં ફરાર આરોપી ઉનાના દેલવાડાથી ઝડપી લેવાયો

ગાંધીગ્રામ પોલીસમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો ઉના તાલુકાના યુવક વિરૂૂદ્ધ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો. જે ગુનાનો…

ગાંધીગ્રામ પોલીસમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો


ઉના તાલુકાના યુવક વિરૂૂદ્ધ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો. જે ગુનાનો આરોપી ઉના તાલુકામાં નાસ્તો ફરતો હોવાની જાણ જિલ્લા જઘૠ ટીમને થતા દેલવાડા ગામેથી આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.


ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે પોલીસ ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ચોક્કસ બાતમીને આધારે રાજકોટ શહેરના ગાંધીગ્રામમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. કલમ 8(સી), 21(બી) મુજબના ગુના આચરનાર નાસતા-ફરતા ઇસમ રજબશા અલ્લારખા શામદાર (ઉવ.42) ઉનાના દેલવાડા ગામના નવાબંદર સર્કલ રોડ પાસેથી ઝડપાયો હતો. જેની વિરૂૂદ્ધ ઇગજજ કલમ-35(1)(જે) મુજબ ધોરણસર કાર્યવાહી કરી ઉના પોલીસ સ્ટેશને સોંપાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *