શહેરમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. શહેરના મોરબી રોડ ઉપર રહેતા અને 51 જેટલા ગુનામાં સંડોવાયેલા હિસ્ટ્રીસીટર ઈભલાને 8મી વખત પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે. તેમજ ભક્તિનગર પોલીસ ચોપડે વાહન ચોલીમાં સંડોવાયેલા એક શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો છે.
મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર રહેતા અને ગેરગકાયદેસર હથિયાર, દારૂ, જુગાર તેમજ હત્યા સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડેલા અને 2007થી લઈ 2024 સુધીમાં 51 જેટલા ગુનાને અંજામ આપનાર અને અગાઉ સાત વખત પાસામાં ગયેલા ઈબ્રાહીમ ઉર્ફે ઈભલો કરિમભાઈ કાથરોટિયાને 8મી વખત પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કરતા બીડીવીઝન પોલીસે ઈભલાની ધરપકડ કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો. જેમાં ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતા અને વાહન ચોરીના ગુનામાં ત્રણ વખત ઝડપાયેલા વનરાજ ઉર્ફે ટકો સવજીભાઈ હાડા વિરુદ્ધ પાસાની દરખાસ્તને પણ પોલીસ કમિશનરે મંજુરી આપતા વનરાજને પણ પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે ધકેલી દીધો છે.