રાજકોટ જિલ્લામાં હથિયાર ધારા હેઠળ અગાઉ કાર્યવાહી કરાઇ હતી
જૂનાગઢ અને રાજકોટ પોલીસ ના ચોપડે ભયજનક વ્યકિતથતરીકે ચડી ગયેલ મધ્યપ્રદેશ ના ઈશ્વરી ગામમાં રહેતા રાજેશ ગંગાસિંગ રાજાવત ને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ ની ટીમે ધકેલવાનો કાર્યવાહી હાથ ધરી હતી
જૂનાગઢ ડીઆઈજી ની સુચના તેમજ ઇન્ચાર્જ જિલ્લા અધિઢાક ભગીરથસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિઓ કરતા ઇસમો વિરુધ્ધ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂૂં ગેર-કાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા અપાયેલી સુચના અન્વયે જૂનાગઢ તથા રાજકોટ જીલ્લા ખાતે હથીયાર ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂૂધ્ધ એ ડીવીઝન પોલીસ મથકે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર અનીલ રાણાવસિયા તરફ પોલીસ અધિક્ષક મારફત મોકલતાં, જિલ્લા મેજી2ટ્રેટ તથા જિલ્લા કલેકટર જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત આરોપી વિરુધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.
પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ આરોપી ને પકડી પાડવા કાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે.પટેલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન આજરોજ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમના પીએસઆઇ ડી.કે.ઝાલા, તથા તેમની ટીમ ને સંયુક્તમાં બાતમી મળેલ કે, પાસા વોરન્ટના આરોપી રાજકોટ રેસ કોસ ખાતે હોવાની બાતમી ના આધારે તપાસ કરતા આ ઈસમ હાજર મળી આવતા તેની અટકાયત કરી સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ. પાસાના અટકાયતી:આરોપી રાજેશ ગંગાસિંગ રાજાવત, (ઠાકુર ઉ.વ.32 રહે. ગામ ઈશ્વરી, શંકર મંદીરની બાજુમાં, થાણા ઉંમરી,તા.જી.ભીંડ, રાજ્ય મધ્યપ્રદેશ વાળો) જૂનાગઢ તેમજ રાજકોટ પોલીસ ચોપડે ચડી ચૂકેલ હોય પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
