લગ્નની લાલચ આપી શોષણ કરનાર શખ્સના ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરાવાઇ
ધોરાજીનાં એક પરીવારની સગીરાને લગ્નની લાલચ આપી તેનુ અપહરણ કરનાર વિધર્મી શખસને ધોરાજી પોલીસે ગણતરીનાં કલાકોમા ઝડપી લઇ સગીરાને મુકત કરાવી પરીવારને સોપી હતી.
ધોરાજીમા રહેતા એક પરીવારની સગીર વયની દીકરીને તોફીક રફીક બેલીમ નામનો વિધર્મી શખસ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ આ કામના આરોપીએ ભોગબનનાર સાથે અવાર નવાર શારીરીક સંબંધ બાંધેલ હોય જે અંગેની ફરીયાદ ભોગ બનનારના વાલીએ જાહેર કરતા અત્રે ધોરાજી સીટી પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 (ઽ કલમ 87,137, 64(2)આઈ, 64(2)એમ, તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનીયમ 2012 ની કલમ-4,6, મુજબનો પોકસોનો ગુનો નોંધ્યો હતો ગત તા 14/7 નાં રોજ પોલીસ ફરીયાદ નોંધાયા બાદ પોલીસે સગીરાને શોધવા તપાસ શરુ કરી હતી. આ બનાવની ગંભીરતા લઈ રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક હિમકરસિંહે સૂચન કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષકનાં સીધા માર્ગદર્શન હેઠળ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ ગરચર તથા પોલીસ સ્ટાફની અલગ ટીમો બનાવી આરોપીની તપાસમાં હોય જે દરમ્યાન પોલીસ ટીમના- નારણભાઈ પંપાણીયા તથા મહેશભાઈ રાડ તથા નિલેશભાઈ મકવાણા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે ભોગબનનાર સગીરા અને આરોપી વેગડી ગામ ખાતે હોય જેથી ધોરાજીનાં વેગડી ગામ ખાતે જઈ તપાસ કરતા ભોગબનનાર અને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી સગીરાને તેનાં પરીવારને સોપી હતી.
ધોરાજીનાં ઙઈં કે.એસ,ગરચર સાથે અજઈં મહેશભાઈ રાડા, ઇંઈ નિલેશભાઈ મકવાણા, ઇંઈ મિલનભાઈ કાનગડ, ઇંઈ પંકજભાઈ તલસાણીયા, ઇંઈ વાસુદેવસિંહ જાડેજા, ઇંઈ મીરાબેન ડાંગર, ઙઈ નારણભાઈ પંપાણીયા, ઙઈ કાળુભાઈ ધાધલ, ઙઈ જશપાલસિંહ ઝાલા, ઙઈ ગોપીબેન સેલીયા એ કામગીરી કરી હતી.
