અકસ્માત બાદ બસનો ચાલક પોલીસમાં હાજર થઇ ગયો
રાજકોટમાં શુક્રવારે મોડી રાત્રે વધુ એક અકસ્માતમાં વ્હોરા યુવતીનો ભોગ લેવાયો છે.જ્યુબેલી ચોક નજીક ખાનગી બસના ચાલકે સાયકલ સવાર યુવતીને હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું.આ ઘટનામાં અકસ્માત સર્જનાર બસના ચાલકને એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો.
વધુ વિગતો મુજબ,દિવાનપરા શેરી નં. 1માં કાકા સાથે રહેતી અને કબા ગાંધી શેરીમાં મોબાઈલ શોપમાં નોકરી કરતી ફાતેમાબેન પુરાબભાઈ માકડા (ઉ.વ. 27) સાયકલ લઈને કામ સબબ જઈ રહી હતી. ત્યારે જ્યુબેલી ચોક નજીક પુરપાટ વેગે ધસી આવેલા હરિધામ ટ્રાવેલ્સ બસના ચાલકે તેને હડફેટે લીધી હતી.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ફાતેમાબેનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. જાણ થતા એ ડીવીઝન પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી બસ ચાલક સાગર હરેશ ભાદરકાને પકડી પુછપરછ શરૂૂ કરી હતી.
આ ઘટનામાં મૃતક ફાતેમા બેનના કાકા સબીરભાઇ અકબર અલી માકડા(ઉ.વ.72) ફરિયાદી બન્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે,ભત્રીજી ફાતેમા જેના પિતા આશરે અઢારેક વર્ષથી મરણ ગયા છે. હોય જેથી તેઓ તથા ભત્રીજી બંન્ને સાથે રહેતા હતા. સબીરભાઈ નિર્મલા કોન્વે રોડ ઉપર હેન્ડસમ ક્રિયેશન કાપડના શો-રૂૂમમા પ્રા.નોકરી કરે છે તથા ભત્રીજી ફાતેમા તુરબભાઇ માકડા રધુવીર પરા રીલાઇન્સ મોબાઇલ સર્વીસની દુકાનમા પ્રા.નોકરી કરતી હતી.
