સરકારનો યુ-ટર્ન: ફટાકડા સ્ટોલનો ગાળિયો ફરી ફાયર વિભાગના ગળામાં

500 મીટર સુધીના સ્ટોલને NOC છૂટછાટના નિયમમાં ફરી સુધારા કરી તમામ સ્ટોલધારકોને જૂના નિયમ હેઠળ આવરી લેવાયા દિવાળીના તહેવાર નજીક આવતા ફટાકડાના સ્ટોલ ધારકોએ ફાયરના…

500 મીટર સુધીના સ્ટોલને NOC છૂટછાટના નિયમમાં ફરી સુધારા કરી તમામ સ્ટોલધારકોને જૂના નિયમ હેઠળ આવરી લેવાયા

દિવાળીના તહેવાર નજીક આવતા ફટાકડાના સ્ટોલ ધારકોએ ફાયરના નિયમો મુદ્દે મહાનગરપાલિકામાં પૂછપરછ શરૂ કરી હતી અને આ મુદ્દે સરકાર પાસેથી અભીપ્રાય માંગવામાં આવેલ જે અંતર્ગત રાજ્ય સરકારે નવુ નોટીફિકેશન જાહેર કરી 500 મીટરથી ઓછા ક્ષેત્રફળમાં ફટાકડાનો સ્ટોલ કરવામાં આવે ત્યારે ફાયર એનઓસીની જરૂર નથી. તેવુ જણાવેલ અને ફાયર સેફટીના સાધનો સહિતના નિયમોની અમલવારી ફરજિયાત બનાવી ચેકિંગ સહિતની તમામ જવાબદારી પોલીસ વિભાગને સુપ્રત કરી લાયસન્સ પોલીસ દ્વારા ઇસ્યુ કરવામાં આવે તેવુ જણાવેલ પરંતુ ફાયરના નિયમોની જાણકારી પોલીસ વિભાગ પાસે ન હોવાથી છટક બારીનો લાભ સ્ટોલ ધારકો લઇ શકે છેે.

તેવો વિચાર આવતા સરકારે હવે પરિપત્રમાં ફેરફાર કરી 500 મીટરથી નાના સ્ટોલ ધારકોએ પણ ફાયર સેફટીના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. તેમજ ચેકિંગ જવાબદારી ગત વર્ષની માફક ફાયર વિભાગ ઉપર નાખી દેતા તંત્રએ ફરી વખત અલગ અલગ ટીમો બનાવી ફટાકડા સ્ટોલનું ચેકિંગ શરૂ કર્યુ હોવાનું જાણવા મળેલ છે.
ફટાકડાના વેપારમાં જો દૂકાનની સાઈઝ 500 ચોરસ મીટરથી ઓછી હશે તો પણ ફાયર તંત્રનો અભિપ્રાય અનિવાર્ય રહેશે.

આ સ્પષ્ટતા રાજ્યના ગૃહ વિભાગના સંયુક્ત સચિવે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવને પત્ર લખીને પાઠવી છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મહાનગરોમાં ફટાકડાના લાયસન્સ ઈસ્યુ કરવા, તેને રિન્યુ કરવા અને ઈન્સ્પેક્શનને મુદ્દે શહેરી તંત્ર, પોલીસ અને ફાયર તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને ગૃહ વિભાગે ફટાકડાના વેચાણ માટેની પરમીટ આપતા પૂર્વે ફાયર તંત્રનો અભિપ્રાય અનિવાર્ય જ રહેશે તેમ સ્પષ્ટ કર્યુ છે.

ગૃહ વિભાગના સંયુક્ત સચિવ ડો.હર્ષિત ગોસાવીએ શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ. થેનારસનને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, 30મી સપ્ટેમ્બરે રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીએ ફટાકડા લાઈસન્સ આપનાર ઓથોરિટી ફાયરની ગઘઈ કે અભિપ્રાય આપવા જેવી ટેકનિકલ બાબત માટે સક્ષમ નથી એટલે ગૃહ વિભાગના 9મી સપ્ટેમ્બર 2025ના પત્ર સાથે પાઠવાયેલા ચેકલિસ્ટ બાબતે સ્પષ્ટતા કરી આપવામા આવે. આ સંદર્ભે શહેરી વિકાસ વિભાગે વર્ષ 2021ની આઠમી જૂલાઈએ જે જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે તેમાં સ્પષ્ટપણે પ00 ચોરસ મીટરથી વધારે માપ ધરાવતી દૂકાનો અને એકમો માટે જ ફાયર સેફ્ટિ સર્ટિફિક%8