રાજકોટમાં હદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં સ્લમ ક્વાટરમાં મહિલા અને બસેરા પાર્કમાં ટ્રેડીંગના ધંધાર્થીનું હાર્ટએટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર આવેલ સ્લમ ક્વાર્ટરમાં રહેતા જયાબેન ચમનભાઈ વાઘેલા ઉ.વ.54 પોતાના ઘરે હતા ત્યારે હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યયા હતાં. પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
બીજા બનાવમાં કાલાવડ રોડ ઉપર રાણી ટાવર પાછળ આવેલ બસેરા પાર્કમાં રહેતા અશોકભાઈ કરશનભાઈ ગણાત્રા નામના 57 વર્ષના ટ્રેડીંગના ધંધાર્થી પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે આધેડનું હદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ
રાજકોટમાં હદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં સ્લમ ક્વાટરમાં મહિલા અને બસેરા પાર્કમાં ટ્રેડીંગના ધંધાર્થીનું હાર્ટએટેકથી મોત નિપજતા…
