ફૂડ વિભાગની મિલ્ક ઝુંબેશ, દૂધના 15 સેમ્પલ લેવાયા

ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, પાંચ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 13ને લાઇસન્સ અંગે નોટિસ મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશિયલ મિલ્ક ઝૂંબેશ હાથ ધરી અલગ અલગ ડેરી…

ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, પાંચ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 13ને લાઇસન્સ અંગે નોટિસ

મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશિયલ મિલ્ક ઝૂંબેશ હાથ ધરી અલગ અલગ ડેરી તેમજ દૂધના વિક્રેતાઓને ત્યાંથી 15 લૂઝ દૂધના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં. તેમજ ખાણી-પીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી અંબીકા ટાઉનશીપમાં આવેલ ઓમ રેસ્ટોરન્ટમાંથી વાસી બ્રેડ પીઝા સહિતનો પાંચ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 13 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજ રોજ (01)ધનરાજ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જોગમાયા ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ગુરુકૃપા ભેળ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)પટેલ પાન-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બિપિન રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શ્રીગણેશ ખમણ-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)બજરંગ નાસ્તા-લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)શૌર્ય ગોગળી-લાઇસન્સ મેળવવા બાબતે સૂચનાઆપવામાં આવેલ તથા (09)જલારામ અલ્પાહાર (10)જોગમાયા રેસ્ટોરેન્ટ (11)ટિવલાઇટ સોડા શોપ (12)શ્રી ખોડિયાર ગોગળી (13)જય જલારામ ખમણ(14)જય શંકર દાળપકવાન(15)જય અંબે ગાંઠીયા(16)મહાદેવ દેશી વઘાર(17)અન્નાપુર્ણા રેસ્ટોરેન્ટ (18)નાસ્તા ઘર (19)ગોલીવાલાની ચકાસણી કરવામાં આવેલ હતી.

ફૂડ વિભાગે આજે મોરબી રોડ, કોઠારિયા મેઈન રોડ, કુવાડવા રોડ, એરપોટ રોડ, ભીલવાસ ચોક, ગાયત્રી નગર, ભક્તિનગર સર્કલ, મહાકાળી મંદિર રોડ, બજરંગવાડી, સત્યસાંઈ હોસ્પિટલ રોડ, મારૂતિ પાર્ક મેઈન રોડ, આલાપ હેરીટેજ, પદ્યુમન એપાર્ટમેન્ટ, સદગુરુ સાનિધ્ય, નિલકંઠ સિનેમા પાસે તેમજ હુડકો પોલીસ ચોકી સહિતના વિસ્તારોમાં ડેરીઓ ધરાવતા ધંધાર્થીઓ અને લુઝ દૂધનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાંથી મિક્સ દુધ, ભેંસનું દુધ, ગાયનું દુધ સહિતના 15 સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *