જામનગર રોડ પર આવેલા બજરંગવાડીમાં રહેતા હિરાભાઈ સુંદરભાઈ પરમાર (ઉ.43) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હાર્ટએટેકથી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જ્યારે બીજા બનાવમાં ગોંડલ રોડ પર આવેલા સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા સનતકુમાર પ્રાણલાલ કાકુ (ઉ.વ.51)ના નામના પ્રૌઢ ગઈકાલે બપોરે વૃધ્ધાશ્રમમાં હતાં ત્યારે બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
