હૃદયરોગના હુમલાના કેસમાં ઉછાળો, વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા

રૈયાગામ અને રિધ્ધિ સિધ્ધિ સોસાયટીના બે આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો શહેરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં શ્ર્વાસ થંભી ગયા…

રૈયાગામ અને રિધ્ધિ સિધ્ધિ સોસાયટીના બે આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો

શહેરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના પ્રકાશમા આવી છે જેમા રૈયા ગામ અને રિધ્ધી સિધ્ધી સોસાયટીમા બે આધેડને આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડતા બંને પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રૈયા ગામ વિસ્તારમા આવેલ સ્માર્ટ સિટી લાઇટ હાઉસમા રહેતા જસ્મીનભાઇ મહેન્દ્રભાઇ ઠાકર (ઉ. વ. પ3 ) પોતાનાં ઘરે હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમીક તપાસમા મૃતક આધેડને સંતાનમા બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમા દુધસાગર રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટીમા રહેતા નાદીરભાઇ મોહંમદભાઇ દેવાણી નામના 59 વર્ષનાં આધેડ મધરાત્રે પોતાનાં ઘરે હતા ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા. જયા ફરજ પરનાં તબીબે આધેડનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *