શહેરમા ભાવનગર રોડ પટેલ સમાજની વાડી પાસે વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ રૂૂ. 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
છેલ્લા એકાદ મહીનાથી રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં રાજકોટ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલઝડપના બનાવો બનવા પામેલ હોય જે બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયા દ્રારા ચીલઝડપના કરનારને તાત્કાલીક ઝડપી લેવા સુચના આપેલ હોય ડી.સી.બી.ની અલગ અલગ ટીમો તપાસમાં લાગી હતી દરમિયાન પીએસઆઈ એ.એન.પરમાર અને એસ.વી.ચુડાસમાની ટીમને મળેલી બાતમીના આધારે ના ચીલઝડપ સમયે ઉપયોગ કરેલ મોટરસાયકલ સાથે ચીલઝડપ કરનાર ચુનારાવાડના વિશાલ કિશન સોલંકી અને ચીના હરી જાડેજાની ધરપકડ કરી એકટીવા નંબર જીજે-03-કેએન-0834 સાથે રૂૂ.1.30 લાખના મુદ્દમાલ કબજે કર્યો હતો.
ક્રાઇમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર,સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન. પરમાર,એસ.વી. ચુડાસમા, કૃષ્ણદેવસિંહ જી.ઝાલા, હરસુખભાઇ એ.સબાડ, જયદેવસિંહ આર.પરમાર, કિશનભાઇ પાંભર, મોહીલરાજસિંહ ગોહિલ, મહાવિરસિંહ જાડેજા, પ્રશાંતભાઇ ચુડાસમા,ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા, સંજયભાઇ અલગોતર, અરવિંદકુમાર ફતેપરા, કરણભાઇ કોઠીવાળ, અનુજભાઇ ડાંગર, પોપટભાઇ ગમારાએ કામગીરી કરી હતી.
