ગંજીવાડાના પ્રૌઢ કડિયા કામની સાઇટ ઉપર હતા ને હૃદય રોગનો હુમલો આવ્યો: બીજા બનાવમાં જસદણના પ્રૌઢનું મોત
રાજકોટ સહીત રાજયભરમા હાર્ટ એટેકનાં બનાવો વધી રહયા છે ત્યારે શહેરમા વધુ બે લોકોને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયો હતો ગંજીવાડાનાં પ્રૌઢ કોઠારીયા રોડ પર કડીયા કામની સાઇટ પર હતા ત્યારે ચા ની ચુસ્કી મારતી વેળાએ જ હાર્ટ એટેક આવતા મોત નીપજયુ હતુ જયારે જસદણનાં પ્રૌઢને પણ હૃદય રોગનાં હુમલાથી મોત થયુ છે.
જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં 41 મા રહેતા છગનભાઇ મનાભાઇ વજકાણી (ઉ.વ. 43 ) નામનાં પ્રૌઢ આજે સવારે કોઠારીયા રોડ પર ખોડલ રેસીડેન્સીમા કડીયા કામ કરવા ગયા હતા ત્યારે ચા પીતી વેળાએ અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી તેમને મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ પ્રાથમીક તપાસમા મૃતક બે ભાઇ ત્રણ બહેનમા વચેટ અને તેમને સંતાનમા એક પુત્ર અને ત્રણ પુત્રી છે હાર્ટ એટેકથી મોત થયાનુ જાણવા મળ્યુ છે.
જયારે બીજા બનાવમા જસદણમા નવા બસ સ્ટેન્ડ પાસે કૈલાશનગરમા રહેતા મુકેશભાઇ હરજીભાઇ મુળીયા (ઉ.વ. પર) નામનાં પ્રૌઢને હૃદયની બીમારી સબબ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા જયા હાર્ટ એટેક આવતા તેમનુ મોત નીપજયુ હતુ.
