દારૂના 14 જેટલા ગુનામાં સંડોવાયેલા અને દારૂની હેરાફેરીમાં છેલ્લા છ મહિનાથી વોન્ટેડ બુટલેગરને ઝોન-2 નાસતા ફરતા સ્કોડની ટીમે ઝડપી લઈ જરૂરી કાર્યવાહી કરી છે.
મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલા દારૂના જથ્થામાં બુટલેગર લક્ષ્મીવાડી ક્વાટર નં. 60માં રહેતા પ્રશાંત કિશોર પરમારનું નામ ખુલ્યું હતું. છેલ્લા છ મહિનાથી તે ફરાર હતો પ્રશાંત સામે અગાઉ ક્રાઈમ બ્રાંચ, ભક્તિનગર, બીડીવીઝન, એડીવીઝન, ભાડલા, પ્રનગર અને એડીવીઝનમાં 14 જેટલા ગુના નોંધાયેલા હોય દારૂની હેરાફેરીમાં છેલ્લા છ મહિનાથી ફરાર બુટલેગર પ્રશાંત પરમારને નાસતા ફરતા ઝોન-2ની ટીમે ઝડપી લઈ ક્રાઈમ બ્રાંચના હવાલે કર્યો છે.
ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.આર. કોઠિયા સાથે ટીમના ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિત નિમાવત, અનિલભાઈ જીલરિયા, અમિનભાઈ ભલુર, પ્રશાંતભાઈ ગજેરાએ કામગીરી કરી હતી.
