સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુજસીટોક

ટોળકીના 11 સભ્યોની ધરપકડ, 4નો જેલમાંથી કબજો લેવાશે, પાંચની શોધખોળ, આર્થિક લાભ લેવા ભયનું વાતાવરણ ઉભું કરનાર ટોળકી સામે નવનિયુકત આઈ.જી.નિર્લિપ્ત રાયનો સપાટો ભાવનગર, રાજકોટ…

ટોળકીના 11 સભ્યોની ધરપકડ, 4નો જેલમાંથી કબજો લેવાશે, પાંચની શોધખોળ, આર્થિક લાભ લેવા ભયનું વાતાવરણ ઉભું કરનાર ટોળકી સામે નવનિયુકત આઈ.જી.નિર્લિપ્ત રાયનો સપાટો

ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર પંથકના ગેંગના 19 સભ્યો વિરૂધ્ધ ચોરી, લૂંટ, દુષ્કર્મ સહિતના 92 ગુના

રાજકોટ જીલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં મીલકત સબંધી ગુના તેમજ દુષ્કર્મ અને લુંટ સહીતના 93 જેટલા ગુન્હા આચરનાર રણજીત ઉર્ફે બોડીયાની ગેંગના કુલ-19 સભ્યો વિરૂૂધ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ટોળકીના 11 સભ્યોની ધરપકડ કરી છે. જયારે અન્ય 4 સભ્યોનો જેલ માંથી કબજો લેવાશે ગેંગના પાંચ સભ્યો ફરાર હોય તેની ધરપકડ માટે પોલીસની અલગ અલગ ટીમે શોધખોળ શરૂૂ કરી છે.

રાજકોટ રેંજના નવનિયુક્ત આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન અને સુચના અન્વયે રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગુનાખોરીને નેસ્ત નાબુદ કરવા અને અવાર નવાર ગુના કરતા હોય તેવા ગેંગ વિરૂૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ.જે અન્વયે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આંતક મચાવનાર રણજીત ઉર્ફે બોડીયાની ગેંગના 19 સભ્યોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ ગેંગ દ્રારા પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે સંગઠીત થઇ પૂર્વ આયોજીત કાવતરૂૂ કરી રણજીત ઉર્ફે બોડીયાની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી એકબીજાના સંકલનમા રહી એકબીજાને દુષ્પ્રેરી છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભુમિ દ્રારકા, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મિલકત સંબંધી તથા શરીર સબંધી તેમજ દુષ્કર્મ અને લુંટ સહિતના ગંભીર પ્રકારના ગુના પોતાના આર્થિક લાભ સારૂૂ આચરી ભયનુ વાતાવરણ ઉભુ કરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃતિ આચરતી હોય આ ગેગના 19 સભ્યોના રેકર્ડ આધારે વિગતવારની દરખાસ્ત તૈયાર કરી વિંછીયા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-2015 (ગુજસીટોક) ની કલમ3(1) ની પેટા કલમ (2) તથા કલમ 3(2) તથા 3(4) તથા કલમ 3(5) મુજબ ક હેઠળ ગુનો નોધ્યો હતો.

રાજકોટ ગ્રામ્ય પોલીસે ભાવનગર પાલીતાણાના રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજીભાઇ પરમાર ગેંગના સુત્રધાર રણજીત ઉપરાંત વલ્લભીપુરના નવાણીયાના ભરત ઉર્ફે પથુ મનુભાઇ વાઘેલા, વલ્લભીપુરના નવાણીયાના ભયલુ મનુભાઇ વાઘેલા, સંજય ઉર્ફે સી.જે. મનુભાઇ વાઘેલા, ભાવનગરના ચોગઠના મુકેશ ઉર્ફે ભોપો ઉર્ફે ભગો ઉર્ફે કામલી રમેશભાઇ સોલંકી, બોટાદના તુરખાના અજય ઉર્ફે બોડીયો જેન્તીભાઇ ઝાપડીયા , ભાવનગરના ઉમરાળાના મનજી ઉર્ફે બાટલી પરસોતમભાઇ ડાભી, બોટાદના લાખણકાના વિપુલ બચુભાઇ વણોદીયા, પાલીતાણાના મોખડકાના અશોક લાભુભાઇ સોલંકી, રાજકોટના ભંડારિયાના સંજય બાવકુભાઇ ઉર્ફે બાબુભાઇ સોલંકી, ધોધાના ગરીબપરાના મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ વાઘેલા, પાલીતાણાના જગદીશ ઉર્ફે કાળીયો ઉર્ફે ગગુડીયો પોપટભાઇ ચૌહાણ, જામનગરના મેઢાના ભરત ઉર્ફે બોડીયો ગંભીરભાઇ પરમાર, ચોટીલાના રાજુ ઉર્ફે ભાણો ઉર્ફે રાજેશ મંગાભાઇ પરમાર, જામનગરના ઠેબા ગામના નરેશ મગનભાઇ કારડીયા,પાલીતાણાના દિનેશ ધીરૂૂભાઇ વાઘેલા , પાલીતાણાના અજીત ઉર્ફે ટીહલો પુનાભાઇ વાઘેલા, પાલીતાણાના માલવણના અર્જુન ભગવાનભાઇ ઉર્ફે ભગાભાઇ વાઘેલા, ગઢડાના નીગાળા ગામના હિરા ઉર્ફે નાનો દલસુખભાઇ સાથળીયા સામે ગુનો નોંધી ગેંગના ભયલુ,મનજી,વિપુલ,અશોક,જગદીશ, ભરત, રાજુ ઉર્ફે ભાણો , નરેશ કારડીયા, અજીત ઉર્ફે ટીહલો અને હીરા ઉર્ફે નાનો સાથળીયા અર્જુન વધેલાની ધરપકડ કરી છે. જયારે આ ગેગના ભરત ઉર્ફે પથુ મનુભાઇ વાઘેલા, મુકેશ ઉર્ફે ભોપો ઉર્ફે ભગો ઉર્ફે કામલી રમેશભાઇ સોલંકી, મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ વાઘેલા, દિનેશ ધીરૂૂભાઇ વાઘેલાનો જેલ માંથી કબજો લેવાશે, ગેંગનો સુત્રધાર પાલીતાણાના રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજીભાઇ પરમાર, સંજય ઉર્ફે સી.જે. મનુભાઇ વાઘેલા, અજય ઉર્ફે બોડીયો જેન્તીભાઇ ઝાપડીયા, સંજય બાવકુભાઇ ઉર્ફે બાબુભાઇ સોલંકી ફરાર હોય તેની શોધખોળ શરૂૂ કરી છે.

રણજીત ઉર્ફે બોડિયાની ગેંગ સામે બળાત્કાર, ઘરફોડ ચોરી, લૂંટ સહિત કુલ 92 ગુના
1)રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજીભાઇ પરમાર સામે 45 ગુના,(2)ભરત ઉર્ફે પથુ. મનુભાઇ વાઘેલા સામે 32 ગુના,(3) ભયલુ મનુભાઇ વાઘેલા સામે 7 ગુના, (4) સંજય ઉર્ફે સી.જે.મનુભાઇ વાઘેલા સામે 8 ગુના,(5)મુકેશ ઉર્ફે ભોપો ઉર્ફે ભગો ઉર્ફે કામલી રમેશભાઇ સોલંકી સામે 31 ગુના, (6) અજય ઉર્ફે બોડીયો જેન્તીભાઇ ઝાપડીયા સામે 20 ગુના, (7) મનજી ઉર્ફે બાટલી પરસોતમભાઇ ડાભી સામે 21 ગુના, (8) વિપુલ બચુભાઇ વણોદીયા સામે 14 ગુના, (9) અશોક લાભુભાઇ સોલંકી સામે ગુના14 , (10)સંજય બાવકુભાઇ ઉર્ફે બાબુભાઇ સોલંકી સામે 4 ગુના,(11)મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ વાઘેલા સામે 8 ગુના,(12) જગદીશ ઉર્ફે કાળીયો ઉર્ફે ગગુડીયો પોપટભાઇ ચૌહાણ સામે 6 ગુના, (13) ભરત ઉર્ફે બોડીયો ગંભીરભાઇ પરમાર સામે 18 ગુના, (14) રાજુ ઉર્ફે ભાણો ઉર્ફે રાજેશ મંગાભાઇ પરમાર સામે 6 ગુના, (15) નરેશ મગનભાઇ કારડીયા સામે 8 ગુના, (16) દિનેશ ધીરૂૂભાઇ વાઘેલા સામે 5 ગુના, (17) અજીત ઉર્ફે ટીહલો પુનાભાઇ વાઘેલા સામે 5 ગુના, (18) અર્જુન ભગવાનભાઇ ઉર્ફે ભગાભાઇ વાઘેલા સામે 4 ગુના, (19) હિરા ઉર્ફે નાનો દલસુખભાઇ સાથળીયા સામે 4 ગુના નોંધાયેલ છે.

કામગીરી કરનાર રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ
રાજકોટ એલસીબી ના પી.આઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ કે.એમ.ચાવડા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, પીએસઆઈ આર.વી.ભીમાણી, પીએસઆઈ પી.એન.ભરવાડ તથા એએસઆઈ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, રોહિતભાઇ બકોત્રા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, ભાવેશભાઇ ચાવડા, અનિલભાઇ બળકોદીયા, રસીકભાઇ જમોડ, પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, શિવરાજભાઇ ખાચર, જીતેન્દ્રભાઇ ગોહિલ, ધર્મેશભાઇ બાવળીયા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રમણીકભાઇ મણવર, મનિષભાઇ વરૂૂ, અર્જુનભાઇ ડવેરા, અરવિંદસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, છત્રપાલસિંહ જાડેજા, હિતેષભાઇ હમીરપરા, મનદિપસિંહ જાડેજા, ગીતાબેન ગલચર, ભારતીબા સરવૈયા, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, રણજીતભાઇ બોરડ, ભરતભાઇ ગમારા, શકિતસિંહ ઝાલા, શકિતસિંહ જાડેજા, ઇશીતભાઇ માણાવદરીયા, નિકુંજભાઇ સુતરીયા, અમીતભાઇ સુરૂૂ, અઝીમભાઇ સમા, વિજયભાઇ ખડીયા, મહેન્દ્રસિંહ સોલંકી, કિશોરભાઇ કુગશીયા તથા રાજકોટ ગ્રામ્ય એસઓજી ના ફિરોજભાઇ બ્લોચ ,નિર્મળસિંહ ચુડાસમા, કલ્પેશભાઇ કોડીવાર, રઘુભાઇ ત્રકટા, રણજીતભાઇ ધાધલ, વિપુલભાઇ ગોહિલે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *