રાજકોટના મોદી એસ્ટેટ ગ્રુપમાંથી રૂા.4.50 કરોડની જીએસટી ચોરી થયાનું ખુલ્યું

રાજ્યના ગુડસ એન્ડ સર્વિસ ટેકસ વિભાગ દ્વારા રાજકોટના મોખરાના મોદી એસ્ટેટ ગ્રુપમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 4.50 કરોડની કર ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં…

રાજ્યના ગુડસ એન્ડ સર્વિસ ટેકસ વિભાગ દ્વારા રાજકોટના મોખરાના મોદી એસ્ટેટ ગ્રુપમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 4.50 કરોડની કર ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રિકવરી માટે કાર્યવાહી શરૂ કરી હોવાની સુત્રોમાં ચર્ચા થઈ રહી છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટની માધાપર ચોકડી ખાતે આવેલ મોદી એસ્ટેટ ગ્રુપની ઓફિસમાં જીએસટી વિભાગ દ્વારા ગત જુલાઈ માસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તપાસની કામગીરી લાંબા સમયતી ચાલી રહી છે. જેમાં તમામ શંકાસ્પદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતાં રૂા.4.50 કરોડની ટેકસ ચોરી કરી હોવાનુ ખુલ્લી રહ્યું છે. જીએસટી વિભાગ દ્વારા આ કર ચોરી વસુલવા માટે બેંક ખાતા અને મિલકત ટોચમાં લેવાનું શરૂ કર્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ મોદી એસ્ટેટ ક્ધટ્રકશન અને જમીનના લે-વેચના વ્યવસાય સાતે સંકળાયેલ હોય રોકડમાં વ્યવહારો થતાં હોય અને જીએસટી ચોરી કરતાં હોવાની માહિતી મળતા રાજકોટ જીએસટી વિભાગનાં 93 ઘટક દ્વારા રેકી કરી અને બાદમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરી અને ચકાસણી કરવામાં આવતાં કેટલાક વ્યવહારો સામે આવ્યા હતાં. જેમાં કરોડોની ટેક્ષ ચોરી કરી સરકારની તિજોરીને નુકસાન કરતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનાં મોટા રિઅલ એસ્ટેટ પર દરોડા પડતા સમગ્ર શહેર અને રિયલ એસ્ટેટમાં ખળભળાટ મચી ગયો હતો અને આ દરોડાથી રિઅલ એસ્ટેટ સાતે સંકળાયેલા અન્ય ઉદ્યોગકારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *