Connect with us

ગુજરાત

ઉમા ડાયનેમિક ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન

Published

on

કડવા પટેલ સમાજના ખેલૈયાઓ એક લાખ ચોરસ ફૂટના ગ્રાઉન્ડમાં ઝૂમી ઉઠશે


બહું ટુંકાગાળામાં જ લોકસેવામાં ઉભરી આવેલ સંસ્થા ઉમા ડાયનેમીક કલબ દ્વારા રાજકોટમાં રાષ્ટ્રીય પર્વ જેવા કે 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરી પર્વમાં પોતાની નૈતિક ફરજ સમજી ધ્વજ વંદનનાં ભવ્ય કાર્યક્રમો, છેલ્લા પાંચ વર્ષથી દુંદાળા દેવશ્રી ગણપતિ મહોત્સવની ઉજવણી અને સાથે સાથે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા, અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી જેમાં અસંખ્ય ભાઈ-બહેનોનાં સથવારે ભવ્ય રથયાત્રા, બાઈક રેલી ઉપરાંત આશરે 16000 લોકો માટે મહાપ્રસાદનું પણ શાનદાર આયોજન ઉમા ડાયનેમીક કલબ દ્વારા કરવામાં આવેલ હતું.


માં આદ્યશકિતની આરાધના સાથે વિસરતી જતી આપણી પ્રાચિન સંસ્કૃતિની ધરોહરને સાચવવા તેમજ આજની યુવા પેઢીમાં ભકિત-શકિત સાથે નૈતિકતાનાં મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી તદ્ન પારિવારીક વાતાવરણમાં યુ.ડી. કલબ આયોજીત ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024 દ્વારા સમગ્ર કડવા પટેલ સમાજનાં ભાઈ-બહેન ખેલૈયાઓ માટે નવરાત્રીનું આયોજન હાથ ધરાયું છે.


રાજકોટનાં અસહ્ય ટ્રાફીક અને ઘોંઘાટથી દુર બીજા 150 ફુટ રીંગ રોડ ઉપર કટારીયા ચોકડી થી મુંજકા તરફ જતા ઓર્બિટ રોયલ ગાર્ડન ખાતે 25 વિધા જેવી વિશાળ જગ્યામાં 1,00,000 ફુટ નું ગ્રાઉન્ડ તો ફકત ખેલૈયાઓ માટે જ બનાવવામાં આવનાર છે. આ મોકળાશ કદાચ આ એક જ આયોજનમાં જોવા મળશે. ગ્રાઉન્ડની મુખ્ય જમાપાસુ એ છે કે વરસાદી વાતાવરણમાં પણ બહું ઓછા સમયમાં આ ગ્રાઉન્ડ પહેલા જેવું જ ખેલૈયાઓ માટે અનુકુળ અને રમવા લાયક બની રહેશે. આ નવરાત્રી મહોત્સવ ફકત ને ફકત કડવા પાટીદાર સમાજનાં ભાઈ-બહેનો પુરતો જ મર્યાદીત રહેશે જેની સર્વે લોકોએ ખાસ નોંધ લેવી. આ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન યુ ડી કલબ ના લોગાનું પણ લોન્ચીંગ કરવામાં આવેલ હતું.ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024માં ટાઈટલ સ્પોન્સર તરીકે ક્રેડેન્સ સોલાર અને મેઈન સ્પોન્સર તરીકે ગોકુલ નમકીન, રાધે ઈન્ડસ્ટ્રીયલ એરીયા, શ્રી બિલ્ડર્સ, ઈટાલીકા સિરામીક, વરમોરા વિટ્રીફાઈડ અને ડેકોરા ગ્રુપનો સહયોગ સાંપડયો છે. આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને સંગીતનું જોમ પુરુ પાડવા 1,50,000 વોટ ની જેબીએલ કંપનીની એ12 સાઉન્ડ સીસ્ટમ (રામદુત સાઉન્ડ) રાખવામાં આવેલ છે.


ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024માં ફીમેલ સિઝન પાસ ફકત રૂૂા.500, જેન્ટસ સિઝન પાસ ફકત રૂૂા.800, 8 થી 12 વર્ષનાં બાળકો માટે સિઝન પાસ ફકત રૂૂા.300 અને કપલ સીઝન પાસનાં ફકત રૂૂા.1200 જેવી નજીવી કીંમતે કડવા પટેલ સમાજનાં ખેલૈયાઓ માટે રાખવામાં આવેલ છે. ખેલૈયાઓ માટે પાસ મેળવવા માટેનાં ફોર્મ મેળવવાનું અને ભરીને પરત કરવા માટે ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024 – મધ્યસ્થ કાર્યાલય : પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે થી ઉપરાંત રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પણ રહેતા લોકો માટે (1) સંતોષ સ્ટેશનરી માર્ટ – શ્રીજી બંગ્લોઝ સોસાયટી, સત્ય સાંઈ હોસ્પિટલ રોડ, મો.94288 91988 (2) બાલ્વી પ્રોવિઝન સ્ટોર – ન્યુ આશ્રમ રોડ, જ્ઞાનગંગા કોમ્પલેક્ષ, પારૂૂલ ગાર્ડનની બાજુમાં, મો.98259 98358 (3) ઉમા ડેકોરેશન – રામેશ્વર પાર્ક, 80 ફુટ રોડ, સગુન ગાઈનેક હોસ્પિટલ સામે, મવડી, મો. 92651 1170 (4) પટેલ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ – જી 7, શીલ્પન પ્લાઝા, સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, મો. 99799 85855 (5) પટેલ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ – મેટ્રો સીટી કોમ. કોમ્પલેક્ષ, નાગરીક બેંક ચોક, ઢેબર રોડ, મો. 94284 67218 (6) ડેલાઈટ ટેકનોલોજી – મવડી બાયપાસ રોડ, બાપા સિતારામ ચોક પાસે, મેઘાણી પરિવાર વાડી, રાજકોટ મો. 972470 00133 (7) પટેલ ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી – સીટી શોપ, ડો.યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી સામે, મો.94265 48606 (8) પુષ્કરભાઈ પટેલ કાર્યાલય – અક્ષર માર્ગ, ગાયત્રી ડેરી પાસે, મો. 82387 60990 (9) ચપ્લા ડ્રાયફ્રુટ એન્ડ ચોકોલેટ – 39 સુવર્ણભુમી, સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં, મો. 99097 15453 (10) ઉમીયા કોસ્મેટીક એન્ડ કેમીકલ્સ – અંબીકા ટાઉનશીપ, 3-કસ્તુરી રેસીડેન્સીની બાજુમાં, કડવાણી સુપર માર્કેટની બાજુમાં, જીવરાજ પાર્ક મેઈન રોડ મો.99097 15453 (11) મારૂૂતિ સ્ટુડીયો – સાધુવાસવાણી રોડ, જનકપુરી રોડ, અમૃત કોમ્પલેક્ષ, મો.98248 86656 (12) નચિકેતા સ્ટેશનર્સ – ધુલેશીયા સ્કુલ સામે, કોટેચા ચોક, કાલાવડ રોડ મો.94277 24112 (13) શીવ મોબાઈલ – 5-પ્રાઈડ સ્કેવર કોમ્પલેક્ષ, આલાપ એવન્યુ સામે, પુષ્કરધામ મેઈન રોડ મો. 96244 22228 (14) શ્રીધર સ્ટેશનરી મોલ 06 ફોંચ્યુન ઈમ્પાયર, ઈન્દીરા સર્કલ પાસે, યુનિવર્સિટી રોડ, મો. 84600 00810, (15) સ્વસ્તીક સ્ટેશનરી – અજંતા કોમ્પલેક્ષ, ઈન્દીરા સર્કલ પાસે, યુનિ. રોડ, મો. 94265 18125 (16) પટેલ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ – 14-શિલ્પન ટાવર, વર્ધમાન કોમ્પલેક્ષ, સાધુ વાસવાણી રોડ, મો. 94271 61135 (17) પટેલ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ – આશિર્વાદ કોમ્પલેક્ષ, 4-તીરૂૂપતીનગર, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, મો.99788 22949 (18) વિદ્યા સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ – બીઝનેશ પ્લાઝા, પરીમલ સ્કુલ સામે, કાલાવડ રોડ મો. 94280 37174 (19) ધ અર્બન ઈન્ટીરીયર – નચિકેતા સ્કુલની બાજુમાં, અંબીકા ટાઉનશીપ મેઈન રોડ, મો. 90999 55050 (20) પટેલ સ્ટેશનરી – 5 પાર્થ એવન્યુ, કસ્તુરી મેઈન રોડ, અંબીકા ટાઉનશીપ, મો. 81282 48651 (21) પટેલ ફરસાણ – અક્ષર પરીસર સામે, જીવરાજ પાર્ક, મો. 96244 43500 (22) ફેમીલી માર્ટ – જયશુભ એપાર્ટમેન્ટ, શ્યામલ વાટીકાની બાજુમાં, ટી એન રાવ સ્કુલ રોડ, પટેલ ચોક મો. 99745 70884 ખાતે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


ઉમા ડાયનેમિક નવરાત્રી મહોત્સવ 2024ને સફળ બનાવવા ટીમ યુડીનાં એડવાઈઝરી ડાયરેકર જીવણભાઈ ગોવાણી, રમણભાઈ વરમોરા, શૈલેષભાઈ વશ્નાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સંજયભાઈ જાકાસણીયા, પુષ્કરભાઈ પટેલની આગેવાનીમાં ઉમા ડાયનેમિક કલબનાં પ્રમુખ પંકજભાઈ કાલાવડીયા તથા સમગ્ર કમીટી મેમ્બર તનતોડ મહેનત કરી રહયા છે.

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

Published

on

By

શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો

રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય9 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય9 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય10 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય10 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય10 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત10 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય10 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ10 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય10 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending