રાજકોટની મુલાકાત પૂર્વે વ્યથા ઠાલવતા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ
સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સાચી અને ગુણવતાસભર સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે અને તેના માટે તબીબોની નિમણુંક કરવા તૈયાર છીએ પરંતુ હાલ કોઈ તબીબ મળી રહ્યા નથી. તેવો અફસોસ રાજકોનટી મુલાકાત પૂર્વે ભાવનગરને સરકારી હોસ્પિટલની મુલાકાત વેળાએ વ્યક્ત કર્યો હતો.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્રના ત્રણ દિવસનો પ્રાસ કરી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસે ભાવનગરની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને આજે બપોરે રાજકોટ સિવિલની મુલાકાત લેશે ભાવનગર ખાતે સરકારી હોસ્પિટલમાં તમામ સુવિધાનું નિરિક્ષણ કર્યુ છે. આ વેળાએ આરોગ્યમંત્રીને તબીબોની ઘટ અંગે પ્રશ્ર્ન કરતા ઋષિકેશ પટેલે વ્યથા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો ડોક્ટરો મળે તો આવતીકાલે જ નિમણુંક કરવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ઈમારતોના રિનોવેશન અને જરૂરી જિલ્લામાં નવા બાંધકામ કરવામાં આવી રહ્યા છે. તેમજ દર્દીઓને ગંભીર બિમારીની ઉચ્ચ કક્ષાની સારવાર મળી રહે તે માટે નિષ્ણાંત તબીબોની નિમણુંક અને મશીનરી પણ ઉપલબ્ધ કરવામાં આવી રહીછે.
પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ સરકારી હોસ્પિટલમાં કોઈ તબીબ સેવા આપવા તૈયાર ન હોય તેવું ચિત્ર આરોગ્ય મંત્રીની વ્યથા પરથી ફલીત થાય છે. તેવો ગણગણાટ શરૂ થયો છે.