હળાહળ કળિયુગ; ગૌશાળામાંથી કૂટણખાનું ઝડપાયુ

ધર્મના નામે ધતિંગ કરતાં માતાજીના એક ભૂવાએ જેતપુરના જેતલસર ગામે ગૌશાળાની અંદર કુટણખાનું ચાલુ કર્યુ હોવાની ઓડિયો ક્લિપ વાઇરલ થઈને રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહ સુધી…

ધર્મના નામે ધતિંગ કરતાં માતાજીના એક ભૂવાએ જેતપુરના જેતલસર ગામે ગૌશાળાની અંદર કુટણખાનું ચાલુ કર્યુ હોવાની ઓડિયો ક્લિપ વાઇરલ થઈને રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહ સુધી પહોંચતા ‘કડક કાર્યવાહી’ કરવા આદેશો છૂટયા હતા.જો કે જેતપુર તાલુકા પોલીસે જાદુગરની માફક ટ્રાફિક ઇમોરલ એક્ટ મુજબ ગુનો નોંધવાની જગ્યાએ માત્ર જાહેરમાં ચેનચાળા કર્યા અંગેનો ગુનો નોંધી સંતોષ માંની લીધો હતો.જાદુગરી કરીને બે સંચાલકોને બચાવી લીધાના કેસમાં હવે પુરાવા સાથે ગૃહમંત્રીને રજૂઆત કરાતા સ્થાનિક પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આમ તો જિમ,સપા,બ્યુટી પાર્લરની આડમાં દેહવ્યાપરનો ધંધો ચાલતો હોય છે.પરતું જેતપુરના જેતલસર ગામે ગૌશાળાની આડમાં બે સંચાલકોએ 6 માસથી દેહવ્યાપારનો ધંધો શરૂૂ કર્યો હતો.જેમાં હવસખોરો ગૌ શાળાની મુલાકતના નામે ઓરડીમાં બેઠેલી રૂૂપસુંદરીઓ સાથે રંગરેલીયા મનાવવા માટે આવતા હતા.જો કે અચાનકથી ગૌશાળાના મુલાકાતીઑ વધી જતાં સ્થાનિક જાગૃત ગ્રામજને તલાસી લેતા અંદર કુટંણખાનું ચાલતું જોઈને હોશ ઊડી ગયા હતા.

આ અંગે ત્વરિત રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહને ટેલિફોનિક જાણ કરાઇ હતી.જે અંગેની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસે દરોડો પાડીને ગૌ શાળાની બહાર ચેનચાળા કરતાં સંચાલક ધવલ મનસુખ મારકડા અને રાજકોટ ગ્રામ્યની એક મહિલાને ઝડપી પાડીને જાહેરમાં ચેનચાળા કર્યાના કારણોસર ગુન્હો નોંધ્યો હતો.જો કે આ બનાવમાં બે સંચાલકોની આબરૂૂ બચાવી લીધી હોવાની ચર્ચા છે. જો કે આ અંગેની ઓડિયો-વિડીયો,ફોટો સાથેની સીડી ગૃહમંત્રીને ગ્રામજને મોકલી ન્યાયની માંગણી કરાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

ધંધો ગૌશાળાની અંદર જ કરવો પડશે નહીંતર હપ્તો આપવો પડશે ?

જેતપુરના જેતલસર ગામે ગૌશાળાની અંદર ચાલતા કુટંણખાણાના સંચાલકો વચ્ચે પૈસા બાબતેનો ડખ્ખો શરૂૂ થયા બાદ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. સાતેક ઓડિયો કલીપે સમગ્ર ગામમાં ચકચાર જગાવી છે.જેમાં ગૌશાળાની અંદર દેહ વ્યપારનો ધંધો કરતાં શખ્સો તથા અન્ય શખ્સ વચ્ચેની ઓડિયો કલીપ સાંભળીને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.આ બન્નેની વાતચિતની ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સાંભળવા મળે છે કે જેતલસર ગામે ત્રણ થી ચાર સ્થળો પર દેહ વ્યપારનો ધંધો ચલાવી રહ્યો છે. આ સ્થળો પર પોતે પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓની વગ ધરાવતો હોવાનું કહીને રૂૂ.10000 ની ખંડણી વસૂલવા માટે ધામકાવી રહ્યી છે.જો ધંધો કરવો હોય તો ગૌ શાળાની અંદર કરવો પડશે અને દરરોજના 1000 રૂૂપિયા આપવા પડશે,જો નહિ આપે તો દર મહિને હપ્તો આપવો પડશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *