વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગ્લેમર તડકો, 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી મોડલ ભાજપની ઉમેદવાર

વડોદરા ભાજપે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માટે જાહેર કરેલી યાદીમાં મોટું સરપ્રાઈઝ આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી યુવા નેતા અને સોશિયલ…

વડોદરા ભાજપે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માટે જાહેર કરેલી યાદીમાં મોટું સરપ્રાઈઝ આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી યુવા નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને પોર જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવી છે.

અંકિતા પરમાર વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તેમની સોશિયલ મીડિયા પ્રવૃત્તિ અને યુવાનો વચ્ચે લોકપ્રિયતાને કારણે ભાજપે તેમને વોટબેંક વિસ્તારવા માટે વ્યૂહાત્મક પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે.અંકિતા પરમારે અગાઉ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કાર્ય કર્યું છે અને તેઓ મહિલા સશક્તિકરણ તેમજ પંચાયતી રાજ સંબંધિત કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે. તેમને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો પણ મળ્યો છે. તેમની ઇન્સ્ટાગ્રામ પર મિલિયનથી વધુ ફોલોઅર્સ તેમની લોકપ્રિયતાનો પુરાવો છે.

ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, આ પસંદગી યુવા અને મહિલા વોટર્સને આકર્ષવા તેમજ ડિજિટલ યુગમાં પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસનો ભાગ છે. અંકિતા પરમારના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોર બેઠક પર ટિકિટ ન મળવાથી નયના પરમારે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેનાથી સ્થાનિક સ્તરે ભાજપમાં આંતરિક અસંતોષના સુર ઊઠ્યા છે.

આ ચૂંટણીમાં અંકિતા પરમારની જીત કેટલી મજબૂત બને છે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે તેમની સોશિયલ મીડિયા અને યુવા અપીલ સાથે પરંપરાગત વોટબેંકનું સંયોજન ભાજપ માટે નવો મોડલ સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *