લગ્નની લાલચે એક જ રાતમાં યુવતી પર ચાર-ચાર વખત દુષ્કર્મ

રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં 20 વર્ષીય યુવતીનું સર્વસ્વ લૂંટાયું હોય તેવો બનાવ સામે આવ્યો છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવી નરાધમે એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ કરી…

રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં 20 વર્ષીય યુવતીનું સર્વસ્વ લૂંટાયું હોય તેવો બનાવ સામે આવ્યો છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવી નરાધમે એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ કરી તરછોડી દેતાં આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.વધુ માહિતી મુજબ,જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સોહિલ ઈબ્રાહીમ નોતીયાર (રહે.માંડાડુંગર ભીમરાવનગર, રાજકોટ) નું નામ આપતાં આજીડેમ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે,તેણી માતા પિતા સાથે રહી ઘરકામ કરે છે.છ એક મહિના પહેલા બપોરના અગીયારેક વાગ્યાના વખતે તેણી ઘરેથી દાદીના ઘરે જતી હતી એ વખતે ભવાની ચોકમાં રોડ ઉપર એક છોકરો ઉભો હતો તેઓએ એક કાગળ મને આપેલ જે ખોલી જોતા તેમાં મોબાઇલ નંબર હતા જે કાગળ તેણીએ પોતાની પાસે રાખેલ હતો.બે ત્રણ દિવસ બાદ મમ્મીના મોબાઇલ ફોનમાંથી કાગળની કાપલીમાં લખી આપેલ મોબાઈલ નંબર ઉપર ફોન કરેલ હતો. તેઓની સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે, તેનુ નામ સોહીલ ઇબ્રાહિમ નોતીયાર તથા પોતે માંડાડુંગરમાં રહેતો હોવાનુ તથા પોતાને ભવાની ચોકમાં એ.પી. મોબાઇલ નામની મોબાઇલ રીપેરીંગ કરવાની દુકાન હોવાનુ જણાવતા તેણીએ પણ પોતાનું નામ જણાવેલ હતુ.

ત્યાર બાદ બંને ફોનમાં અવાર નવાર વાતચીત કરતા હતા. બંનેને મિત્રતા થયેલ અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ થયેલ હતો.આ સોહીલ તેઓની દુકાને બોલાવતો અને ત્યા પણ વાત ચીત કરતા હતા.15 દિવસ પહેલા આ સોહીલે તેની દુકાને બોલાવી એક મોબાઇલ ફોન આપેલ જે મારફત વાતચીત કરતા હતા.ત્યાર બાદ ગઇ તા.27/03 ના તે સોહીલ ફોનમાં વાતચીત કરીએ છીએ તેની જાણ ઘરે થતા તેણીના પપ્પાએ ઠપકો આપ્યો હતો અને ફોન તોડી નાખેલ હતો,ત્યાર બાદ આ વાત સોહીલને કરતા તેઓએ કહેલ કે તારા ઘરે કોઈ ન હોય ત્યારે નીકળી જજે અને મારી પાસે આવતી રહે જે તેમ વાત કરેલ હતી.

ત્યાર બાદ ગઈ તા.31 ના રાત્રીના આઠેક વાગ્યાના વખતે ઘરે કોઈ ન હોય જેથી તેણી ઘરેથી નીકળી ગયેલ અને બહાર જઈ કોઈ ભાઈનો ફોન લઈ સોહીલને ફોન કરેલ જેથી તેઓએ કહેલ કે તું પ્રણામી ચોકમાં આવી જા હું ત્યાં આવુ છું.જેથી તેણી પ્રણામી ચોકમાં ગયેલ અને થોડીવાર પછી આ સોહીલ બાઈક લઈને આવેલ અને તેમાં બેસાડી માંડાડુંગર ભીમરાવનગર ખાતે તેઓના કોઈ સગાને ત્યા લઇ ગયેલ અને ત્યા રાત્રીના સમયે અગીયારેક વાગ્યાના વખતે આ સોહીલે તેણી સાથે પ્રેમ ભરી વાતો કરી હું તારી સાથે લગ્ન કરી લઇશ તેમ કહી તેણીના કપડા ઉતારવા લાગેલ અને તેણી સાથે શરીર સંબંધ બાંધેલ હતો.ત્યારબાદ તે જ રાત્રી દરમ્યાન આવી રીતે આ સોહીલે તેણી સાથે કુલ ચાર વખત શરીર સંબંધ બાંધેલ હતો.

ત્યાર બાદ બીજા દિવસે બપોરે ત્રણેક વાગ્યે આ સોહીલે કહેલ કે, તુ તારા ઘરે જતી રહે,મારા લગ્ન અગાઉથી થઇ ગયેલ છે.જેથી હું તારી સાથે લગ્ન કરી શકીશ નહીં તેમ કહી ત્યાથી મોકલી દિધેલ હતી.જેથી તેણી ઘરે આવતી રહેલ અને ઘરે આવી મમ્મી પપ્પાને તેણી સાથે બનેલ બનાવની વાત ઘરે કરેલ હતી.જે વાત સાંભળી યુવતીના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને બાદમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ. એન.પટેલ અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *