ભાવનગરના વાઘાવાડી રોડ પર અકસ્માતમાં યુવતીનું મોત

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ સામે એકટીવા લઈ ઘરે જતી યુવતી ના એકટીવા ને રોંગ સાઈડમાં આવી રહેલ પ્લેટીના ચાલકે અડફેટે લઈ ઈજા…

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ સામે એકટીવા લઈ ઘરે જતી યુવતી ના એકટીવા ને રોંગ સાઈડમાં આવી રહેલ પ્લેટીના ચાલકે અડફેટે લઈ ઈજા કરતા હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં એક યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભાદેવાની શેરી હાટકેશ્વર એપાર્ટમેન્ટ ભાવનગર ખાતે રહેતા મેહુલભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ એ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ કે તેની દિકરી જાનવી અને રિધ્ધી જવાહર મેદાનમાં મેળો જોઈ તેની સહેલીઓ સાથે પાણીની ટાકીએ નાસ્તો કરી પોતાના એકટીવા નં. જીજે 04 સીએચ 8533 લઈને પરત ફરી રહી હતી ત્યારે વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ સામથી રોંગ સાઈડ પુરઝડપે આવી રહેલ બજાજ પ્લેટીના નંબર જીજે 5 એસડબલ્યુ 5694ના ચાલક જીણાભાઈએ પોતાનું બાઈક એકટીવા સાથે ભટકાડી તેની પુત્રીઓને પછાડી દઈ ઈજા કરેલ આ દરમિયાન તેની સહેલીઓના સ્કુટરને પણ અડફેટે લેતા તેમને પણ ઈજા થયેલ આથી બંન્ને તુરંત સારવાર માટે સોલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ જ્યાં સારવાર દરમિયાન રિધ્ધીબેનનું મૃત્યુ થયેલ. જ્યારે જાનવીબેનને ગંભીર ઈજા થતા દાખલ કરાયેલ આ અંગે નિલમબાગ પોલીસે પ્લેટીના ચાલક જીણાભાઈ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *