કેશોદમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન અન્વયે પોલીસનું સઘન ચેકિંગ, એક દુકાનદારને દંડ

હાલમાં રાજ્યમાં સગીર/યુવાનો દ્રારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ…

હાલમાં રાજ્યમાં સગીર/યુવાનો દ્રારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઈટેનીયમ, ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય,કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થય માટે ખુબ જ હાનીકારક છે. આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચુરણ કરીયાણાની દુકાનો તથા ચાની દુકાનદારો વિગેરે ઉપરથી મળી રહેતા હોય છે. જેના પરિણામે યુવા વર્ગમાં નશો કરવાની વૃતિમાં વધારો થાય છે.

આથી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વિગેરેમાં વેચાણ ન થાય તે બાબતે ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય, જેથી જુનાગઢ જીલ્લામાં ‘No Druges in Gujarat’તથા નશામક્ત ગુજરાત અભીયાન સાર્થક બને તે માટે માટે જુનાગઢ રેન્જના પોલીસ મહાર્નિશક તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓએ તથા કેશોદ ડીવીઝનના પોલીસ અધિક્ષક બી.સી.ઠક્કર નાઓએ આવા નશીલા પદાર્થો તથા નશો કરવામાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓ/સામગ્રીઓ જેવી કે, રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનોનુ વેચાણ કરતા દુકાનદારો, પાનના ગલ્લાઓને ચેકીંગ હાથ ધારી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.

જે સુચના અંતર્ગત કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પી.એ.જાદવ નાઓએ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટ તથા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી કેશોદ ટાઉન વિસ્તારમાં આવા પાનના ગલ્લા કે દુકાનદારોને ચેક કરવાની કામગીરી હાથ ધરેલ હોય.અધિકારી તથા કર્મચારીઓની ટીમ કેશોદ સીધ્ધાર્થ પેટ્રોલ પંપની પાસે મયુરી પાન એન્ડ કોલ્ડ્રીકસ પાન-માવાની દુકાનમાં ચેક કરતા ઇસમ રાજેન્દ્રભાઈ નારણદાસ વાસવાણી સીધીલોહાણા ઉ.વ.60 રહે.કેશોદ જુનાગઢ, રોડ સીધી સોસાયટી તા.કેશોદ વાળાના પાનના ગલ્લેથી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન વેચાણ અર્થે રાખી કુલ મુદ્દામાલ કિંમત રૂૂપીયા-પ600/- ના જથ્થા સાથે મળી આવતા ઇસમે ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગરના જાહેરનામાં ક્રમાંક-જીજી/164/2025/વસ6/1020255152/ડ તા-16/12/2025 મુજબના જાહેરનામાનો ભંગ કરતા તેના વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા- 2023 ની કલમ-223 મુજબનો કેશોદ પો.સ્ટે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *